શું ભારતના લોકો ચીનની વેક્સીન લેવા માટે નેપાળ જઈ રહ્યા છે?

આ પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં ફરવાની સાથે વેક્સીન લેવાની ઓફર અન્ય દેશોને પસંદ આવી રહી છે.

આ પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં ફરવાની સાથે વેક્સીન લેવાની ઓફર અન્ય દેશોને પસંદ આવી રહી છે.

  • Share this:
કોરોના સંક્રમણ ઓછું થઈ રહ્યું છે તેની સાથે સાથે આ પરિસ્થિતિ વચ્ચે ત્રીજી લહેર આવવાનો ડર પણ લાગી રહ્યો છે. આ ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. વેક્સિનેશન વચ્ચે લોકોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો વેક્સિનેશન માટે વિદેશ જઈ રહ્યા છે, જેથી વેક્સીન પણ મળી જાય અને સાથે સાથે ફરવાનું પણ થઈ જાય. આ પરિસ્થિતિ ઊભી થતા એક અન્ય સમાચાર પણ સામે આવ્યા છે, ભારતીયો વેક્સીન લેવા માટે નેપાળ જઈ રહ્યા છે, જ્યાં ચીની વેક્સીન મળી રહી છે.

યાત્રાનો નવો ટ્રેન્ડ

વેક્સીન ટુરિઝમના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં લોકો પ્રચલિત દેશોમાં ફરીને વેક્સીન લઈ રહ્યા છે. અનેક દેશોએ એકબીજા સાથે કરાર કર્યો છે. જેમાં વેક્સીન નિર્માતા દેશ ટ્રાવેલના ઉદ્દેશ સાથે અન્ય દેશ સાથે કરાર કરે છે. તે બાદ વેક્સીન નિર્માતા દેશ અન્ય દેશને વેક્સીન આપે છે, જેથી તે દેશમાં આવતા સહેલાણીઓને વેક્સીન આપી શકાય. આ માત્ર એક દિવસ માટે નહીં પરંતુ અનેક સપ્તાહની પ્રક્રિયા હોય છે. આ કરારથી પર્યટન માટે ખુલેલ દેશને ફાયદો થાય છે અને વેક્સીન નિર્માતા દેશને પણ ફાયદો છે.

...જ્યારે ઉત્તર કોરિયામાં ભૂખમરાના કારણે લોકો ખાવા લાગ્યા માણસોનું માંસ! રૂંવાડા ઊભી કરતી હતી સ્થિતિ

અનેક દેશોએ કરાર કર્યો

લગભગ દોઢ વર્ષથી લોકો લોકડાઉન અને વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં ફરવાની સાથે વેક્સીન લેવાની ઓફર અન્ય દેશોને પસંદ આવી રહી છે. આ કરારથી અનેક દેશ એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. દક્ષિણ આફ્રિકાથી લોકો વેક્સીનેશન માટે ઝિમ્બાબ્વે જઈ રહ્યા છે. કેનેડા અને દક્ષિણ અમેરિકાથી લોકો અમેરિકા જઈ રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર રશિયા અને માલદીવ એકબીજા સાથે કરાર પ્રક્રિયા હેઠળ છે.

નેપાળ જઈને લોકો લઈ રહ્યા છે ચીની વેક્સીન

આ તમામ વાત વિકસિત દેશની કરવામાં આવી છે કે, જ્યાં વેક્સિનેશનની સાથે પર્યટનના વ્યવસાયને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પરિસ્થિતિની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, અનેક ભારતીયો નેપાળ જઈ રહ્યા છે, જ્યાં ચીની વેક્સિન મળી રહી છે. વૈજ્ઞાનિકોએ ચીની વેક્સીન વિશે જણાવ્યું કે, આ વેક્સીન વધારે અસરકારક નથી. તો શું ભારતીયો વેક્સીન લેવા માટે નેપાળ જઈ રહ્યા છે?

ચીન વીઝા એક કારણ છે?

આ અંગે BBC રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કાઠમંડૂની હોસ્પિટલમાં લોકો બેગ લઈને વેક્સીન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા. તેમને જોઈને લાગી રહ્યું હતું કે તેઓ ખૂબ જ જલ્દીમાં છે. તપાસ કરતા જાણ થઈ હતી કે તેઓ વેક્સીન લઈને ચીન જવા ઈચ્છતા હતા.

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી જાહેર: ફોર વ્હીલર માટે સરકાર આપશે 1.5 લાખ સુધીની સબસિડી

ચાઈનીઝ વેક્સીન ચીનમાં એન્ટ્રી અપાવી શકે છે

જે લોકોએ ચીનની વેક્સીન લીધી હોય તેમને જ ચીનમાં જવાની પરવાનગી છે. આ પરિસ્થિતિમાં જે લોકો વેપાર માટે ચીન જતા હતા, તેમની સામે મુશ્કેલી સર્જાઈ છે. જે ભારતીયો ચીન સાથે બિઝનેસ કરે છે તે લોકો ભારતની વેક્સીન લેશે તો તેમને કોરોના સામે રક્ષણ મળશે, પરંતુ બિઝનેસ માટે ચીનમાં એન્ટ્રી નહીં મળે. આ કારણોસર માત્ર બિઝનેસ માટે લોકો નેપાળ જઈને ચીની વેક્સીન લઈ રહ્યા છે.

ચીની વેક્સીન લેવાનું અન્ય કારણ

પીટીઆઈ અનુસાર ભારતથી લોકો ચીની વેક્સીન લેવા માટે નેપાળ આવી રહ્યા છે તે બાબતને નેપાળની હેલ્થ મિનિસ્ટ્રીએ નકારી છે. હેલ્થ મિનિસ્ટ્રીના સૂચના અધિકારી દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ બાબતનો ઉલ્લેખ યૂરેશિયન ટાઈમ્સ વેબસાઈટમાં કરવામાં આવ્યો છે. કાઠમંડૂનના અધિકારીઓ અનુસાર વેક્સીન લેનાર વ્યક્તિઓનો યોગ્ય ડેટા રાખવામાં આવી રહ્યો છે. ભારતથી લોકો નેપાળમાં વેક્સીન લેવા માટે જઈ રહ્યા છે તેનો કોઈ પુરાવો નથી.

એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર જ ઘરે જાતે સરળ રીતે બનાવો ઓર્ગેનિક ખાતર

નેપાળના લોકોને વેક્સીનની પ્રાથમિકતા

નેપાળ સરકાર સૌ પ્રથમ નેપાળના લોકોને વેક્સીન આપી રહી છે. તે બાદ અન્ય દેશના નાગરિકોને વેક્સીન મળશે. આ બાબત પરથી ભારતીયો નેપાળ પર જઈને ચીની વેક્સીન લઈ રહ્યા છે તેવું કહી ના શકાય. ઉપરાંત સમગ્ર વિશ્વમાં ચીન વેક્સીનની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.

ચાઈનીઝ વેક્સીન પર સવાલ ઊભા થઈ રહ્યા છે

મોટાભાગના વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે વેક્સીન કોઈપણ પ્રકારની ટ્રાન્સપરન્સી વગર તૈયાર કરવામાં આવી છે અને તેની યોગ્ય અસર પણ જોવા મળતી નથી. આ કારણોસર મોટાભાગના દેશોએ ચીની વેક્સીન ખરીદવામાં કોઈપણ પ્રકારનો રસ દાખવ્યો નથી. ભારતમાં સ્પૂતનિક-વી રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. અન્ય વેક્સીન પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે પરંતુ ચીનની વેક્સીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ માત્ર વેક્સીનની અસર નહીં પરંતુ, ભારત-ચીનના સંબંધો વચ્ચેનો તણાવ પણ એક કારણ હોઈ શકે છે.
First published: