નેપાળની પીછેહઠ! કહ્યું- ભારત સાથે સારા સંબંધ, વાતચીતથી વિવાદ ઉકેલીશું

News18 Gujarati
Updated: May 25, 2020, 7:59 AM IST
નેપાળની પીછેહઠ! કહ્યું- ભારત સાથે સારા સંબંધ, વાતચીતથી વિવાદ ઉકેલીશું
કાલાપાની અને લિપુલેખા સરહદ વિવાદની વચ્ચે નેપાળના વિદેશ મંત્રીનું નરમ વલણ

કાલાપાની અને લિપુલેખા સરહદ વિવાદની વચ્ચે નેપાળના વિદેશ મંત્રીનું નરમ વલણ

  • Share this:
કાઠમાંડુઃ કાલાપાની (Kalapani Issue) અને લિપુલેખ (Lipulekh) જેવા ઊભા થયેલા સરહદ વિવાદની વચ્ચે નેપાળ (Nepal)ના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલી (Pradeep Kumar Gyawali)એ ભારતને એવો દેશ ગણાવ્યો છે જેની સાથે નિકટતમ સંબંધો છે. ગ્યાવલીએ કહ્યું કે નેપાળની સાથે વિશિષ્ટ અને નજીકના સંબંધો છે. લિપુલેખ પર વાતચીત કરવાથી અંતર રાખતા તેઓએ કહ્યું કે નેપાળ સરકારને વિશ્વાસ છે કે કાલાપાનીનો મુદ્દો વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. વિદેશ મંત્રીના આ નિવેદનને નેપાળનું વલણ નરમ પડતું હોય તે રીતે જોવામાં આવી રહ્યું છે.

ગ્યાવલીએ અંગ્રેજી અખબાર ‘રિપબ્લિકા’ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, અમે હંમેશા કહ્યું છે કે આ મુદ્દાના સમાધાનની એક માત્ર રીત સારી ભાવના સાથે વાતચીત કરવી છે. કોઈ આવેશમાં આવ્યા વગર કે બિનજરૂરી ઉત્સાહ અને પૂર્વાગ્રહની સાથે નેપાળ વાતચીચ દ્વારા સરહદ વિવાદને ઉકેલતા માંગે છે. અમને વિશ્વાસ છે કે આ મુદ્દો દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલી શકાશે.

આ પણ વાંચો, પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી

તેઓએ જોકે લિંપિયાધુરા, લિપુલેખનો ઉલ્લેખ ન કર્યો જેના વિશે નેપાળ પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. નોંધનીય છે કે, બંને દેશોની વચ્ચે સંબંધોમાં ત્યારે તણાવ આવી ગયો હતો જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 મેના રોજ ઉત્તરાખંડમાં લિપુલેખને ધારચુલાથી જોડનારા રણનીતિક રીતે મહત્વપૂર્ણ 80 કિલોમીટર લાંબા રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો, આવી ગઈ કોરોનાની એક્સપાયરી ડેટ! આ તારીખ બાદ ખતમ થશે મહામારી
First published: May 25, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading