Home /News /national-international /દંપતિએ દિકરાનું નામ 'હિટલર' રાખ્યું તો થઇ જેલની સજા: આવા લોકોએ વધારી ચિંતા

દંપતિએ દિકરાનું નામ 'હિટલર' રાખ્યું તો થઇ જેલની સજા: આવા લોકોએ વધારી ચિંતા

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાનાં કેટલાક દેશોમાં ફરી વખત હિટલરની વિચારધારાને વેગ મળ્યો છે. જે સૌ માટે ચિંતાનો વિષય બન્યો છે. અંગ્રેજીમાં તેને ફાર-રાઇટ ગ્રુપ કહેવામાં આવે છે. 

ઇંગ્લેન્ડની કોર્ટે એક દંપતિને તેમના દિકરાનું નામ એડોલ્ફ હિટલર રાખવા બદલ જેલની સજા ફટકારી છે. આ દંપતિ એવા ગ્રુપ સાથે જોડાયેલુ છે જેના પર ઇંગ્લેન્ડમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગ્રુપની વિચારધારા હિટલરનાં વિચારો (નાઝીઓ) સાથે મળે છે અને આ વિચારોનો પ્રસાર કરવાનો તેના સભ્યો પર આરોપ છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, આદમ થોમસને કોર્ટે સાડા વર્ષની સજા ફટકારી છે જ્યારે તેની પત્નિ ક્લોઇડા પતાતાસને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. બર્મિંગહામ ક્રોન કોર્ટનાં ન્યાયાધી મોલબોર્ન ઇનમાને આ સજા સંજા સંભળાવી હતી.

થોસમ (22) અને તેની પત્નિ પતાતાસ (38) સહિત છ વ્યક્તિઓ જેલની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ લોકો પ્રતિબંધિત નેશનલ એક્શન ગ્રુપનાં સભ્યો છે. આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યુ છે.
પોતાનો ચૂકાદો આપતા ન્યાયાધીશે નોંધ્યુ કે, આ સંગઠનના ઉદ્દેશ્યો ખતરનાક છે.

ન્યાયાધીશે વધુમાં નોંધ્યુ કે, નેશનલ એક્શન સંગઠન દેશમાંથી લોકશાહીને નાબૂદ કરવા માંગે છે. હિંસા અને હત્યાઓ દ્વારા દેશને વેરવિખેર કરવાનો ઇરાદો આ સંગઠન ધરાવે છે.જે દંપતિએ તેમના દિકરાનું નામ એડોલ્ફ હિટલર નામ રાખ્યુ તેનો ભુતકાળ ખરાબ છે અને હિંસા અને રંગભેદની નીતિમાં માને છે. "

પોલીસ તપાસ દરમિયાન, આ દપંતિનાં ઘરમાંથી મળેલા ફોટોમાં જોવા મળ્યુ કે, આ દંપતિ તેમના દિકરાને નાઝીઓ જે કપડા પહેરતા તેવા કપડા તેને પહેરાવતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જર્મનીમાં હિટલરે સાશનની ધૂરા સંભાળ્યા પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનેક દેશો પર ચઢાઇ કરી હતી અને તે દેશોમાં રહેતા યહુદીઓને મારી નાંખ્યા હતા. અંદાજે 60 લાખ યહુદીઓને હિટલર અને તેની સેનાએ મારી નાંખ્યા હતા.

છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાનાં કેટલાક દેશોમાં ફરી વખત હિટલરની વિચારધારાને વેગ મળ્યો છે. જે સૌ માટે ચિંતાનો વિષય બન્યો છે. અંગ્રેજીમાં તેને ફાર-રાઇટ ગ્રુપ કહેવામાં આવે છે.
First published:

Tags: Germany, અંગ્રેજી