નહેરુ મેમોરિયલ કૉંગ્રેસમુક્ત થયું, અમિત શાહની એન્ટ્રી

નહેરુ મેમોરિયલ કૉંગ્રેસમુક્ત થયું, અમિત શાહની એન્ટ્રી
અમિત શાહ (ફાઈલ ફોટો)

કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને કર્ણ સિંહને હટાવી દેવામાં આવ્યા

 • Share this:
  નવી દિલ્હી : નહેરુ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML) સોસાયટી હવે કૉંગ્રેસમુક્ત થઈ ચૂકી છે. મંગળવારે NMML સોસાયટીની નવેસરથી રચના થઈ. તેમાંથી કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને કર્ણ સિંહને હટાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને એન્ટ્રી મળી છે.

  સાસોયટીનું પુનર્ગઠન કરતાં કમિટીમાં ટીવી પત્રકાર રજત શર્મા, ગીતકાર પ્રસૂન જોશી અને રાજ્યસભા સભ્ય સ્વપ્નદાસ ગુપ્તા સહિત અન્ય મહત્વના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સોસાયટીના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.  મૂળે, નહેરુ મેમોરિયલ મ્યૂઝિયમ અને લાઇબ્રેરીને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ (Pt. Jawahar Lal Nehru)ની યાદમાં બનાવવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ સોસાયટીના ઉપાધ્યક્ષ છે. બીજી તરફ, પ્રકાશ જાવડેકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ તેમાં સભ્ય છે.

  નહેરુ મેમોરિયલને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની યાદમાં બનાવવામાં આવ્યું છે.


  સોસાયટીના આ છે નવા સભ્ય

  સોસાયટીના નવા સભ્યોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, એચઆરડી મંત્રી રમેશ પારખિયાલ, માહિતી-પ્રસારણ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, વી. મુરલીધરન અને પ્રહ્લાદ સિંહ પટેલ ઉપરાંત આઈસીસીઆર અધ્યક્ષ વિનય સહસ્ત્રબુદ્ધે, પ્રસાર ભારતી અધ્યક્ષ એ. સૂર્ય પ્રકાશ સામેલ છે.

  નહેરુ મેમોરિયલ કૉંગ્રેસમુક્ત થઈ ગયું છે.


  બીજી તરફ, નહેરુ મેમોરિયલ સોસાયટીમાં અનિર્બાન ગાંગુલી, સચ્ચિનાનંદ જોશી, કપિલ કપૂર, લોકેશ ચંદ્ર, મકરંદ પ્રાન્જપે, કિશોર મકવાણા, કમલેશ જોશીપુરા, રિઝવાન કાદરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે.

  આ પણ વાંચો, Exclusive: સંઘે શિવસેનાને સમજાવવાની જવાબદારી ગડકરીને સોંપી, 7-8 નવેમ્બરે નવી સરકાર શપથ લેશે
  First published:November 06, 2019, 11:22 am