Kisan Andolan : નવમી વખત ખેડૂત અને સરકાર વચ્ચે ન બની સહમતી, 19 જાન્યુઆરીએ ફરી વાતચીત થશે

(તસવીર - AP)

મોદી સરકારના કૃષિ સુધાર કાનૂનો સામે કિસાન યૂનિયનોના (Farmer Unions) આંદોલનનો આજે 51મો દિવસ છે

  • Share this:
    નવી દિલ્હી : મોદી સરકારના કૃષિ સુધાર કાનૂનો સામે કિસાન યૂનિયનોના (Farmer Unions) આંદોલનનો આજે 51મો દિવસ છે. સુપ્રીમ કોર્ટે સરકાર સાથે ખેડૂતોનો વિવાદ ઉકેલવા માટે 4 સભ્યોની કમિટી બનાવી છે. આ દરમિયાન આજે કિસાન નેતાઓની સરકાર સાથે નવમાં રાઉન્ડની વાતચીત ખતમ થઈ ગઈ છે. આ બેઠકમાં પણ કોઇ ઉકેલ આવ્યો નથી. હવે 19 જાન્યુઆરીએ ફરી વાતચીત થશે.  આ બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar), પીયુષ ગોયલ અને સોમ પ્રકાશ હાજર રહ્યા હતા.

    ખાસ વાત એ છે કે આ પહેલા 8 વખતની વાતચીતમાં અત્યાર સુધી ફક્ત પરાલી સળગાવવા અને સબસિડી સાથે જોડાયેલી માંગણી પર સહમતી બની શકી છે. સરકાર કાનૂનોમાં સંશોધન માટે તૈયાર છે તો બીજી તરફ ખેડૂતો નવા કૃષિ કાનૂનોને પરત લેવાની માંગ પર અડગ છે. જોકે સરકાર આ પહેલા જ પોતાનો પક્ષ રાખી ચૂકી છે. સરકારે કહ્યું છે કે કાનૂન પરત લેવો કોઇ વિકલ્પ નથી.

    આ પણ વાંચો - વિધર્મીઓ શા માટે આપણા દીકરા-દીકરી પર નજર નાખે છે : નીતિન પટેલ

    આ દરમિયાન સૂત્રોના હવાલાથી ખબર છે કે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર પ્રસ્તાવિત ટ્રેકટર રેલી રદ કરી છે. વરિષ્ઠ નેતા બલબીર સિંહ રાજેવાલે અપીલ કરતા તમામ કિસાન સંગઠનોને ચિઠ્ઠી લખી છે. જે પછી કિસાન સંગઠન માની ગયા છે. કેન્દ્ર સરકારને આ વિશે ઔપચારિક રીતે જાણકારી પણ આપી દેવામાં આવી છે. જોકે આ મામલામાં સરકાર કે કિસાન સંગઠન તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

    આ પહેલા શુક્રવારે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે પણ ટ્રેક્ટર રેલી રદ કરવાનો સંકેત આપ્યો હતો. તેમનું કહેવું હતું કે સુપ્રીમ કોર્ટના કહેવા પર નિર્ણય કરીશું. જો સુપ્રીમ કોર્ટ કહેશે ચો કિસાન ટ્રેક્ટર રેલી કરીશું નહીં.
    Published by:Ashish Goyal
    First published: