ગુજરાતથી મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો આ વાત રાખવી પડશે ધ્યાન, નહીંતર નહીં મળે એન્ટ્રી

ગુજરાતથી મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો આ વાત રાખવી પડશે ધ્યાન, નહીંતર નહીં મળે એન્ટ્રી

કોરોના વાયરસના (Coronavirus)વધી રહેલા કેસ જોતા મહારાષ્ટ્ર સરકારે નવો આદેશ જાહેર કર્યો

  • Share this:
    મુંબઈ : કોરોના વાયરસના (Coronavirus)વધી રહેલા કેસ જોતા દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મુંબઈ પહોંચનાર બધા પ્રવાસીઓને ફ્લાઇટ બોર્ડ કરતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR Test)કરાવવો પડશે. મહારાષ્ટ્ર સરકારના નવા આદેશ પ્રમાણે મુંબઈ જવા માટે કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રહેશે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government)કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રોની ફ્લાઇટ્સ અને ટ્રેનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરેલા નવા દિશાનિર્દેશોના માધ્યમથી આ 4 રાજ્યોમાં આવનાર બધા લોકો માટે કોવિડ પરિક્ષણ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા આદેશ પ્રમાણે પ્લેન અને ટ્રેનથી યાત્રા કરનાર લોકોને ઉડાનોની બોર્ડિંગ પહેલા આ પ્રમાણપત્ર દેખાડવા પડશે.

    આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray)રવિવારે રાજ્યના લોકોને કોવિડ-19 (Covid-19)વિરુદ્ધ સાવધાનીઓ ઓછી નહીં કરવા અને બીજા લોકડાઉનથી બચવા માટે સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોનું કડકાઇથી પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમને રાત્રે ફર્ફ્યૂ લગાવવાની સલાહ આપવામાં આવી છે પણ તે નથી ઇચ્છતા કે આવા પ્રતિબંધો લાગુ કરીને કશું મેળવી શકાય છે. તેમણે કહ્યું કે લોકડાઉનની (Lockdown)શરતોમાં ઢીલ આપવાનો મતલબ એ નથી કે મહામારી ચાલી ગઈ છે. જેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

    આ પણ વાંચો - અડધું માસ્ક પહેરો છો તો થઈ જાવ સાવધાન, આટલો દંડ ફટકારવામાં આવશે

    કોરોનાના વધી રહેલા કેસને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-19ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સૌથી ખરાબ છે.

    જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં સ્થિતિ ખરાબ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે શું વ્યવસ્થા કરી છે, તેની પર વિસ્તારથી એફીડેવીટ આપવામાં આવે. તેની પર દિલ્હી સરકારના વકીલે કહ્યું કે અમે તમામ નિર્દેશોનું પાલન કર્યું છે. કોર્ટે કહ્યું કે, પરંતુ હાલની સ્થિતિ પર તમે શું કહેશો. તમે આ મુદ્દા પર સ્પષ્ટ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરો. સુપ્રીમ કોર્ટે દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકારને પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published: