Home /News /national-international /કોંગ્રેસ નેતાએ કહ્યું, 'ચોકીદારને ચોર કહેવાથી મળી હાર'

કોંગ્રેસ નેતાએ કહ્યું, 'ચોકીદારને ચોર કહેવાથી મળી હાર'

અનિલ શાસ્ત્રી (ફાઈલ ફોટો)

લોકોએ ચોકીદાર ચોર હેનો નારાને સ્વીકાર ના કર્યો. મોદી વિરુદ્ધ જરૂરત કરતા વધારે નેગેટિવ પબ્લીસિટીને લોકોએ ફગાવી દીધી.

  કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ પીએમ મોદી વિરુદ્ધ જરૂરત કરતા વધારે મકારાત્મક પબ્લિસીટીને હારનું કારણ જણાવી છે.

  ન્યૂઝ18 સાતે વાતચીત કરતા અનિલ શાસ્ત્રીએ કહ્યું કે, લોકોએ મોદી વિરુદ્ધ ચોકીદાર ચોર છેનો નારાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સામાન્ય લોકોના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહી. લોકોએ ચોકીદાર ચોર હેનો નારાને સ્વીકાર ના કર્યો. મોદી વિરુદ્ધ જરૂરત કરતા વધારે નેગેટિવ પબ્લીસિટીને લોકોએ ફગાવી દીધી.

  જોકે, અનિલ શાસ્ત્રીએ કોંગ્રેસ અધ્યક્ષના પ્રદર્શન પર કઈં પણ કહેવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, મે હજુ સુધી પાર્ટીના નેતા વિરુદ્ધ કઈ નથી કહ્યું અને હાલમાં પણ નહીં કહું.

  તમને જણાવી દઈએ કે, ગુરૂવારે લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત પર પીએમ મોદીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુભકામના પાઠવી હતી. પરંતુ, તેમમે હારનું કારનું કારણ કઈં પણ ન કહ્યું હતું. તેમણે કહ્યું કે, આજે તે ચર્ચા કરવાની જરૂરત નથી, કે તેમની પાર્ટી કેમ હારી. રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકોના નિર્ણયનું સન્માન કરે છે.

  લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને ધમાકેદાર જીત મળી છે. અત્યાર સુધી આવેલા પરિણામમાં એનડીએને સાડા ત્રણસો કરતા વધારે બેઠકો મળી ગઈ છે.

  ગત બે ચૂંટણીમાં કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી છે. વર્ષ 2014માં કોંગ્રેસને 44 સીટો પર જીત મળી હતી, જ્યારે આ વખતે તેમની પાર્ટીને 52 સીટો મળી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Congress Leader

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन