ઓનલાઈન નહીં થાય NEETની પરીક્ષા, HRDએ વર્ષમાં બીજી વખત બદલ્યો નિર્ણય

પ્રકાશ જાવડેકર, ફાઈલ ફોટો

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) મંત્રાલયે સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણો પછી મેડિકલ એન્ટ્રેસ એગ્ઝામ (એનઈઈટી) ઓનલાઈન અને વર્ષમાં બે વખત આયોજિત કરવાની પોતાની યોજનાને રદ્દ કરી દીધી છે.

 • Share this:
  માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) મંત્રાલયે સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણો પછી મેડિકલ એન્ટ્રેસ એગ્ઝામ (એનઈઈટી) ઓનલાઈન અને વર્ષમાં બે વખત આયોજિત કરવાની પોતાની યોજનાને રદ્દ કરી દીધી છે.

  નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ડિસેમ્બર 2018 અને મે 2019ની વચ્ચે મંગળવારે થનાર પરીક્ષાઓનું શેડ્યુલ રજૂ કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એનઈઈટી પરીક્ષા 5 મે 2019ના દિવસે માત્ર પેન-એન્ડ-પેપર મોડમાં આયોજિત કરવામાં આવશે.

  રાષ્ટ્રીય ટ્રાયલ એજન્સીએ જણાવ્યું કે, એનઈઈટી એગ્ઝામ પેટર્નમાં પરિવર્તન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વિનંતિ પર કરવામાં આવ્યો, જે પરીક્ષાનું પેટર્ન પાછલા વર્ષની જેમ જ રાખવા માંગે છે.

  જુલાઈમાં માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, હવે NEET વર્ષમાં બે વખત કરવામાં આવશે અને ઓનલાઈન મોડ પર હશે. જોકે, હેલ્થ મિનિસ્ટ્રીના કહેવા પર આ નિર્ણયને પરત લીધો છે.

  સૂત્રો અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને લખીને વર્ષમાં બે વખત એનઈઈટી આયોજિત કરવા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, વર્ષમાં બે વખત પરીક્ષા વિદ્યાર્થીઓ પર વધારે દબાણ બનાવી શકે છે. આમાં ગ્રામીણ વિસ્તારમાં રહેનાર વિદ્યાર્થીઓ વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી કે, જો પરીક્ષા માત્ર ઓનલાઈન મોડમાં આયોજિત કરવામાં આવી તો આમાં ગ્રામીણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે.

  કેટલાક વિદ્યાર્થીઓએ બે વખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યો તો કેટલાક લોકોએ આને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે, વર્ષમાં બે વખત પરીક્ષા આયોજિત કરવાનો મતલબ પ્રશ્ન પત્રોના અલગ-અલગ આઠ સેટ.

  પરીક્ષાને બધી જ રીતે ઓનલાઈન કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું કે કેટલાક ચિકિત્સા આવેદન ગામડાઓમાંથી આવે છે, જ્યાં કોમ્પ્યૂટર સાક્ષરતા ઓછી છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

  મંગળવારે એનટીએ આપેલા નિવેદનમાં કહ્યું કે, એનઈઈટી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી હશે, જ્યારે એડમિટ કાર્ડ 15 એપ્રિલ, 2019થી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા આયોજિત થયાના એક મહિના પછી 5 જૂન, 2019ના દિવસે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
  Published by:Mujahid Tunvar
  First published: