Home /News /national-international /NEET Result 2022: આજે બપોરે 12 વાગતા NEETનું રિઝલ્ટ જાહેર થશે, જાણો કટ ઓફ માર્ક્સ કેટલા હશે

NEET Result 2022: આજે બપોરે 12 વાગતા NEETનું રિઝલ્ટ જાહેર થશે, જાણો કટ ઓફ માર્ક્સ કેટલા હશે

આજે નીટની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. - ફાઇલ તસવીર

NEET Result Live: આજે નીટની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. ભારતના 18 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. આ પરીક્ષાનું રિઝલ્ટ neet.nta.nic.in. પર જોઈ શકાશે.

    નવી દિલ્હીઃ NTA દ્વારા આજે બપોરે 12 વાગ્યાની આસપાસ NEETની 2022ની પરીક્ષાના રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. આ વર્ષે 2.5 લાખના વધારા સાથે સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. NEETનું રિઝલ્ટ neet.nta.nic.in. પર જોઈ શકાશે. આ સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓલ ઇન્ડિયા રેન્કની જાહેરાત પણ કરશે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હશે તેઓ મેડિકલ અને ડેન્ટલ કોર્સ લઈ શકશે. આ સિવાય નર્સિંગ અને આયુષના કોર્ષ પણ લઈ શકશે. વાંચો NEETની પરીક્ષાને લગતી તમામ માહિતી...

    પાસિંગ માર્ક્સઃ જે વિદ્યાર્થીઓએ 50 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હશે તેમને પાસ ગણવામાં આવશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 40 પર્સન્ટાઇલ લાવવા પડશે. આ ઉપરાંત અસક્ષમ વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં 45 પર્સન્ટાઇલ અને SC, ST, OBC ઉમેદવારો માટે 40 પર્સન્ટાઇલ માન્ય રાખવામાં આવશે.

    આ પણ વાંચોઃ NEET આપ્યા વગર આ કોર્સ કરી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવો

    કટ ઓફ સ્કોરઃ પાસ થયેલા દરેક વિદ્યાર્થીને તેમની મનગમતી કોલેજમાં એડમિશન મળે જ તે જરૂરી નથી. કોલેજ કાઉન્સેલિંગ પ્રોસેસ દરમિયાન ચોઇસ ફિલિંગ અને ત્યારબાદ મેરિટને આધારે વિદ્યાર્થીઓને પસંદ કરતી હોય છે. દરેક કોલેજ અને કોર્ષના અલગ અલગ કટઓફ માર્ક્સ હોય છે. આ વર્ષે કટ ઓફ માર્ક્સ વધુ હશે. એક્સપર્ટ્સ કહે છે કે, જો ટોપ કોલેજમાં એડમિશન લેવું હશે તો 600 કરતાં વધુ માર્ક્સ લાવવા પડશે. જ્યારે પાસિંગ માર્ક્સમાં ગયા વર્ષ કરતાં સ્હેજ વધારો જોવા મળશે.

    આ પણ વાંચોઃ કેરળમાં પરીક્ષામાં બેસવા વિદ્યાર્થીનીઓને કાઢવા પડ્યા અંરગાર્મેન્ટ્સ

    રિઝલ્ટ ચેક કરવા માટેના ડોક્યુમેન્ટ્સઃ વિદ્યાર્થીએ NEET એડમિટ કાર્ડ હાથવગું રાખવું. તેના પર લખવામાં આવેલા યુનિક આઈડી નંબરનો રોલ નંબર જરૂર પડશે. વિદ્યાર્થીએ સ્કોર કાર્ડ અને એડમિટ કાર્ટને મેચ કરવું. જેમ કે, એક્ઝામ સેન્ટર અને અન્ય માહિતી બરાબર છે કે નહીં તે ચેક કરી લેવી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Exams Result, Neet, NEET Exams

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन