NEET, JEE Main અને JEE Advance ફરી સ્થગિત, હવે સપ્ટેમ્બરમાં યોજાશે પરીક્ષા

News18 Gujarati
Updated: July 3, 2020, 8:59 PM IST
NEET, JEE Main અને JEE Advance ફરી સ્થગિત, હવે સપ્ટેમ્બરમાં યોજાશે પરીક્ષા
NEET, JEE Main અને JEE Advance ફરી સ્થગિત, હવે સપ્ટેમ્બરમાં યોજાશે પરીક્ષા

આ વર્ષે પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી : બધાની નજર નીટ (NEET) અને જેઈઈ મેઇન (JEE Main)ની એક્ઝામ પર ટકેલી હતી. હવે આ સસ્પેન્સ પરથી પડદો હટી ગયો છે. JEE Mainની પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે. JEE Advanced 27 સપ્ટેમ્બર 2020ના રોજ યોજાશે. જ્યારે NEET 2020નું આયોજન 13 સપ્ટેમ્બરે થશે. માનવ સંશાધન અને વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલે જેઈઈ અને નીટની પરીક્ષા સ્થગિત કરતા નવી તારીખની જાહેરાત કરી છે.

આ વર્ષે પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી છે. મૂળ રૂપથી જેઈઈ મેઈન 7 એપ્રિલથી 11 એપ્રિલ વચ્ચે નિર્ધારિત કરવામાં આવી હતી. 3 મે એ NEETની પરીક્ષા યોજાવાની હતી. માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે 18 જુલાઈથી 23 જુલાઈ વચ્ચે જેઈઈ મેઈન અને 26 જુલાઈ NEET યોજવાની જાહેરાત કરી હતી. જોકે હવે નવી તારીખો આવી છે.


આ પણ વાંચો - લેહમાં ઇજાગ્રસ્ત જવાનોને મળ્યા PM મોદી, કહ્યું - તમે દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો, કોઈ તાકાત સામે ઝુકીશું નહીં

ઓગસ્ટમાં આયોજીત થનાર જેઈઈ એડવાન્સ પરીક્ષા હવે સપ્ટેમ્બરમાં આયોજીત થશે. આ સાથે જેઈઈ મેઈ અને નીટ પણ સપ્ટેમ્બરમાં આયોજીત થશે. માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે પરીક્ષાઓના આયોજન પર નિર્ણય લેવા માટે એક પેનલની રચના કરી હતી. જે થછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
First published: July 3, 2020, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading