સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે NEET અને JEE પરીક્ષામાં મોડી લેવા મામલે દાખલ કરેલી એક સમીક્ષા અરજીને ફગાવી છે. કોર્ટે કહ્યું કે નીટ અને જેઇઇની પરીક્ષા નક્કી કરેલા સમય પર જ થશે. ગત મહિને દેશના 6 રાજ્યોએ સુપ્રીમ કોર્ટનો આ મામલે દરવાજો ખખડાવ્યો હતો. જેમાં સપ્ટેમ્બરમાં NEET અને JEE પ્રવેશ પરીક્ષા કરવા માટે કેન્દ્રની અનુમિતિ આપવા પછી પોતાના આદેશની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. આ રાજ્યોમાં પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સામેલ હતા.
વકીલ સુનીલ ફર્નાંડિસના માધ્યથી દાખલ કરેલી આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે NEET/JEE પરીક્ષામાં સામે થનાર વિદ્યાર્થી અને ઉમેદવારોની કોરોના સંકટ વચ્ચે પરીક્ષા લેવું શક્ય નથી. તેવામાં 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેન 2020 અને 12 સપ્ટેમ્બરે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 2020 સ્થગિત કરી દો.
17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2020માં થનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા અને સંયુક્ત પ્રવેશ પરીક્ષા સ્થગિત કરવાની અરજી ફગાવી છે. આ નિર્ણય માટે બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે પરીક્ષા સ્થગિત કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકટમાં પડી જશે.
જસ્ટિસ અરુણ મિશ્રાએ અરજી ફગાવતા કહ્યું કે જીવનને Covid 19માં પણ આગળ વધતા રહેવું જોઇએ. આપણે ખાલી પરીક્ષા રોકી શકીએ છીએ, પણ આપણે આગળ વધવું જોઇએ. જો પરીક્ષા નહીં થઇ તો શું આ દેશ માટે નુક્શાનકારણ નહીં હોય? વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ગુમાવી દેશે.
જેઇઇ મેન અને પછી હને નીટે પણ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. હવે બંને પરીક્ષામાં કુલ 14 લાખની વધુ ઉમેદવાર બેસસે. તે તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોટ કરશે.
" isDesktop="true" id="1021554" >
જેઇઇ મેન માટે રજિસ્ટ્રેશન કરનાર 8.58 લાખ ઉમેદવારોમાંથી 7.41 લાખ કેન્ડિડેંટ્સ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નીટમાં પણ 15.97 લાખ ઉમેદવારોમાંથી 6.84 લાખ કેન્ડિડેટ્સ પાંચ કલાકની અંદર જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર