નવી દિલ્હીઃ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-National Eligibility Entrance Test) માટે એડમિટ કાર્ડ (NEET Admit Card) જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘણા દિવસોથી પરીક્ષાને આયોજિત કરવાને લઈ ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે લાગી રહ્યું છે કે સરકાર પરીક્ષા ટાળવાના વિકલ્પ પર વિચાર કરવા તૈયાર નથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલએ પણ ડીડી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પરીક્ષા યોજવાને લઈ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સનું તેમની પર ઘણું દબાણ છે.
આવી રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
-NEET 2020ના એડમિટ કાર્ડ અધિકૃત વેબસાઇટ ntaneet.nic.in અને nta.ac.in પર ઉપલબ્ધ હશે.
-NEET UG એડમિટ કાર્ડ 2020 માટે ઉમેદવારોને પોતાની અરજી સંખ્યા અને સિસ્ટમ જનરેટ કરવામાં આવેલા પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે.
આ પણ વાંચો, કોણ છે મેહવિશ હયાત ઉર્ફે ‘ગેંગસ્ટર ગુડિયા’, જેને કહેવામાં આવી રહી છે દાઉદ ઈબ્રાહિમની નવી પ્રેમિકા!
15 લાખથી વધુ સ્ટુડન્ટ્સે કર્યું રજિસ્ટ્રેશન
આ વર્ષે 15 લાખથી વધુ સ્ટુડન્ટસે NEET પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, જે ગયા વર્ષની તુલનામાં 4.87 ટકા વધુ છે. સંખ્યાના દૃષ્ટિકોણથી આ વર્ષે ગયા વર્ષની તુલનામાં 74 હજાર વધુ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે ગયા વર્ષની તુલનામાં જમ્મુ-કાશ્મીરથી વધુ રજિસ્ટ્રેશન થયું. જોકે રાજ્યમાં ઇન્ટરનેટ લોકડાઉન હતું પરંતુ સરકારે સ્ટુડન્ટસની સુવિધા માટે ઓફલાઇન ફોર્મ રિલીઝ કર્યા હતા અને નોડલ સેન્ટર્સ બનાવ્યા હતા. સૌથી વધુ અરજી મહારાષ્ટ્રથી કરવામાં આવી છે.
આ પણ વાંચો, PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો આહલાદક વીડિયો, કહ્યું- વરસાદનું શાનદાર દૃશ્ય
સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે : કોરોના વાયરસ મહામારીના કારણે સ્ટુડન્ટ્સને સુરક્ષા પૂરી પાડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. તેના માટે 3843 સેન્ટર્સ ઊભા કરવામાં આવશે. પહેલા કુલ 2546 સેન્ટર્સ જ ઊભા કરવામાં આવ્યા હતા. તેનાથી જ્યાં એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકશે બીજી તરફ સ્ટુડન્ટ્સને તેમની પસંદનું સેન્ટર એલોટ કરવામાં પણ મદદ મળશે.
Published by:Mrunal Bhojak
First published:August 26, 2020, 14:18 pm