Home /News /national-international /NEET 2022 : પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવાનો મામલો સંસદ સુધી પહોંચ્યો

NEET 2022 : પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવાનો મામલો સંસદ સુધી પહોંચ્યો

આ ઘટના કેરળ રાજ્યના કોલ્લમના પરીક્ષા કેન્દ્રમાં બની (પ્રતિકાત્મક તસવીર)

NEET Medical Entrance Exam 2022 - વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી કે પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરતા પહેલા જ તેમને માનસિક આઘાત લાગ્યો

મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં એડમિશન માટે યોજાયેલી પ્રવેશ પરીક્ષા નીટની (NEET Exam 2022)એક્ઝામ દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવાના મામલે કેરળ પોલીસે મંગળવારે કેસ નોંધ્યો છે. આ મામલો સંસદમાં પણ પહોંચ્યો છે. સમાચાર એજન્સી ANI ના મતે લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રનને કોલ્લમમાં નીટ એક્ઝામ (Medical Entrance Exam)દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવા મજબૂર કરવાની ઘટનાને લઇને સદનમાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.

અહેવાલ અનુસાર  કેરળ રાજ્યના કોલ્લમના પરીક્ષા કેન્દ્રમાં બની હતી.પરીક્ષામાં (NEET 2022 Exam)હાજર થતાં પહેલાં ચેકિંગ માટે લગભગ 100 વિદ્યાર્થિનીઓને સાથે ખરાબ વર્તન થયું હતું. પરીક્ષા આપવા આવેલ આ વિદ્યાર્થિનીઓને બ્રા દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેઓને પરીક્ષા કેન્દ્રમાં (Medical Entrance Exam)પ્રવેશતા પહેલા સ્ક્રીનીંગ પ્રક્રિયા દરમિયાન મેટલ ડિટેક્શન સ્ટેજ પર આંતરિક વસ્ત્રો દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું.

પરીક્ષામાં છેતરપિંડીથી બચવા ડ્રેસ કોડ મુજબ વિદ્યાર્થિઓને પરીક્ષા ખંડમાં પ્રવેશતી વખતે કોઈપણ ધાતુની વસ્તુ અથવા એસેસરીઝ પહેરવાની મંજૂરી ન હોવાનું જણાવાયું છે. પણ મેડિકલ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં માત્ર બેલ્ટ વિશે જ વાત કરવામાં આવી છે. એડવાઈઝરીમાં ક્યાંય બ્રા કે અન્ય અન્ડરગાર્મેન્ટ્સનો કોઈ ઉલ્લેખ નથી.

વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી કે પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરતા પહેલા જ તેમને માનસિક આઘાત લાગ્યો હતો. પીડિત વિદ્યાર્થીઓના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ લગભગ 100 છાત્રાઓને આ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ ફરિયાદ સીધી નાયબ પોલીસ અધિક્ષક, કોટ્ટરક્કાને કરવામાં આવી છે.

આ પણ વાંચો - DRDOથી લઈને અગ્નિવીર સુધીના રિક્રુટમેન્ટ થયા શરુ, આ અઠવાડિયે આ નોકરીઓ માટે કરી શકો છો અરજી

વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર રવિવારે પરીક્ષા આપ્યા બાદ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને તમામ અંડરગારમેન્ટ કમ્પાર્ટમેન્ટમાં એકસાથે ફેંકેલા જોવા મળ્યા હતા. કેરળમાં માર્થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ખાતે સ્થિત આયુર ચાદયમંગલમ કેન્દ્રે આ ઘટનાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે બહારની એજન્સીઓ દ્વારા વિદ્યાર્થિનીઓની તપાસ અને બાયોમેટ્રિક રીતે ચકાસણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પરીક્ષા માટે પણ સૌથી વધુ અરજીઓ મળી હતી. દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા માટે કુલ 18,72,329 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ, જેમાંથી 10.64 લાખ વિદ્યાર્થિનીઓ હતી. NTAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં લગભગ 95 ટકા હાજરી નોંધાઈ હતી.

NEET મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનનો આંકડો 18 લાખને વટાવી ગયો હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. પરીક્ષા માટે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2021ની સરખામણીમાં 2.5 લાખ વધુ હતી. ગયા વર્ષે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-અંડરગ્રેજ્યુએટ) 12 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી, જેમાં 95 ટકાથી વધુ રજિસ્ટ્રેશન કરાયેલ ઉમેદવારોએ હાજરી આપી હતી. સમગ્ર દેશમાં 3858 કેન્દ્રો પર આયોજિત પરીક્ષામાં 15.44 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. તેમાંથી ઓછામાં ઓછા 8.70 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા હતા.
First published:

Tags: Entrance Exams, Neet, NEET Exams