Home /News /national-international /NEET 2019 Result જાહેર, આવી રીતે જોઈ શકો છો પરિણામ

NEET 2019 Result જાહેર, આવી રીતે જોઈ શકો છો પરિણામ

પ્રતિકાત્મક તસવીર

NTA NEETની ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જાણો પરિણામ

NEET Result 2019: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NEET 2019 પરીક્ષાનું પરિણામ 5 જૂને જાહેર થયું છે.  NEET 2019 પરિણામ યાદીમાં ઉમેદવારોનો ક્વોલિફાય ટેસ્ટ હશે. એટલે કે તેઓ ફેલ છે કે પાસ છે તે જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા 5 અને 20 મે 2019ના રોજ આયોજિત થઈ હતી. NEET 2019 પરિણામ યાદીમાં ઉમેદવાર પોતાનું નામ, રોલ નંબર, શ્રેણી અનુસાર પર્સેન્ટાઇલ અને સ્કોર, વિષય અનુસાર સ્કોર, કુલ અંક અને ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) હશે. ઉમેદવાર પોતાની લોગઇન ડિટેલ્સની મદદથી વેબસાઇટ પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે.

NTAએ હાલમાં જ NEET 2019 આન્સર કરી જાહેર કરી છે અને ઉમેદવારોને ઓબ્જેક્શન રેઝ કરવા માટે 1 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આંકડાઓનું માનીએ તો આ વર્ષે NEET 2019 માટે કુલ 15,19,375 સ્ટુડન્ટ્સે અરજી કરી હતી. તેમાંથી 14,10,754 સ્ટુડન્ટ્સે પરીક્ષામાં ભાગ લીધો.

NTA NEET Result 2019: આવી રીતે કરો ચેક

સ્ટેપ 1: NTA NEETની ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર આપવામાં આવેલી લિંક “NEET Result 2019” પર ક્લિક કરો.
સ્ટેપ 3: આપનો NEET રજિસ્ટ્રેશન ID અને પાસવર્ડ એન્ટર કરો.
સ્ટેપ 4: આપનું NEET Result 2019 સ્ક્રીન પર આવી જશે.
સ્ટેપ 5: આપનું રિઝલ્ટ ચેક કરો અને તેને ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ લો.

NTA NEET Result 2019 બાદ શું?

NEET Result 2019 જાહેર થયા બાદ પોઇન્ટના આધારે કાઉન્સિલિંગ થશે અને અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. NEET 2019નું પરિણામ જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સિલિંગ કમિટી, એમસીસીના હોમપેજ પર NEET કાઉન્સિલિંગ 2019ની યાદી જાહરે કરી દેવામાં આવશે. વર્ષ 2018માં NEET કાઉન્સિલિંગનો પહેલો ફેઝ 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Admission, કોલેજ, મેડિકલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો