Neerja Bhanot Birth Anniversary: આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ‘હિરોઇન ઓફ હાઇજેક’ના (Heroin of Hijack) નામથી જાણીતી નીરજા ભનોટની જન્મજયંતી (Neerja Bhanot Birth Anniversary) છે. તેઓ અમેરિકન એરવેઝમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતાં હતાં. આતંકવાદીઓએ એ પ્લેનને હાઇજેક કરી દીધું હતું. તેમણે પોતાની જીવ આપીને પણ 360 પેસેન્જરોના જીવ બચાવ્યા હતા. નીરજા ભનોટના બલિદાનને યાદ કરતાં તેમની ઉપર એક હિન્દી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં સોનમ કપૂરે (Sonam Kapoor) મુખ્ય ભૂમિકા અદા કરી હતી. નીરજા ભનોટને ભારત સરકાર તરફથી પરણોપરાંત અશોક ચક્રથી (Ashok Chakra) સન્માનિત કરાયાં હતાં.
23 વર્ષીય નીરજા ભનોટે 5 સપ્ટેમ્બર 1986ના રોજ હાઇજેક થયેલા Pan Am Flight 73 ફ્લાઇટમાં સવાર 360 લોકોના જીવ પોતાનો જીવ આપીને બચાવ્યા હતા. બોલિવૂડ ફિલ્મ નીરજા (Movie Neerja) રિલીઝ થયા બાદ યુવા વર્ગને પણ નીરજા ભનોટની કુરબાની વિશે વિગતે જાણવા મળ્યું હતું. ફિલ્મ રિલીઝ થયા બાદ નીરજા ભનોટને લંડનના હાઉસ ઓફ કોમન્સ (House of commons)માં એક સમારોહમાં ભારત ગૌરવ એવોર્ડથી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડને નીરજાના ભાઈઓ અખિલ અને અનીષ ભનોટે લંડનની ‘વેસ્ટમિંસ્ટર પાર્લામેન્ટ’માં ગ્રહણ કર્યો હતો.
નીરજાના બલિદાનના કારણે તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ યાદ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન બંનેની સરકારોએ તેમને સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હતું. હાઇજેકિંગની આ ઘટનામાં બચી જનારા પેસેન્જર થેક્સટને એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમને હાઇજેકર્સને વાત કરતા સાંભળ્યા હતા કે તેઓ પ્લેનને 9/11 હુમલાની જેમ ઇઝરાયલમાં કોઈ નિર્ધારિત નિશાના પર ક્રેશ કરવા માંગતા હતા.
આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન નાગરિકોને મારીને પાકિસ્તાન પર દબાણ ઊભું કરવાનું હતું. તેથી તેમણે તમામ પેસેન્જરોના પાસપોર્ટ જમા કરવા માટે નીરજા ભનોટને આદેશ આપ્યો. નીરજાએ ખૂબ જ ચાલાકીથી અમેરિકન નાગરિકોના પાસપોર્ટ છુપાવીને બાકી પાસપોર્ટ આતંકવાદીઓને સોંપી દીધા હતા. નીરજાએ તક જોઈને પ્લેનનો દરવાજો ખોલી દીધો અને પેસેન્જરોએ નીચે કૂદવાનું શરૂ કરી દીધું. પરંતુ આ દરમિયાન એક આતંકવાદીઓ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ અફરાતફરીમાં 20 લોકોનાં મોત થયા હતા. આ દરમિયાન નીરજા ભનોટનું પણ નિધન થયું હતું.
ભારત, પાકિસ્તાન અને બ્રિટન ઉપરાંત અમેરિકન સરકાર તરફથી તેમનાં નિધન બાદ ‘જસ્ટિસ ફોર ક્રાઇમ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે નીરજાએ એન્ટી-હાઇજેકિંગ કોર્સ પણ કર્યો હતો. જેની તાલીમ તેમને હાઇજેકિંગ પ્રકરણ દરમિયાન ખૂબ કામમાં આવી.
એરહોસ્ટેલ બનતાં પહેલા નીરજાએ અનેક મોડલિંગ અસાઇમેન્ટ પણ કર્યા હતા. તેમણે કુલ 22 વિજ્ઞાપનોમાં કામ કર્યું હતું. 1985માં તેમના લગ્ન થયા હતા પરંતુ બે મહિના બાદ સાસરિયાની વધતી ડિમાન્ડોને કારણે તેઓ પરત પિયર આવી ગયા હતા. 1985માં નીરજા ભનોટે Pan AM Airlines માટે અરજી કરી અને પસંદગી થયા બાદ તેમને ફ્લાઇટ અટેન્ડન્ટ તરીકે ટ્રેનિંગ માટે મિયામી અને ફ્લોરિડા મોકલવામાં આવ્યા. ત્યારબાદ તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર