શહીદ જવાનોના પરિવારજનોની માંગણી 'આતંકવાદીઓની લાશ જોવા માંગીએ છીએ'

પુલવામામાં થયેલા હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.

પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના અમુક પરિવારજનોની માંગણી છે કે સરકારે બાલાકોટ હુમલાના પુરાવા આપવા જોઈએ

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનો મદરેસા એવો ને એવો જ હોવાની તસવીરો વાઇરલ થઈ રહી છે, ત્યારે બીજી બાજુ પુલવામામાં શહીદ થયેલા બે જવાનના પરિજનોએ માંગણી કરી છે કે આતંકવાદીના મૃતદેહના પુરાવા આપવા જોઈએ.

  એનડીટીવીના અહેવાલ મુજબ, શામલીના શહીદ પ્રદિપ કુમાર, અને મણિપુરના રામ વકિલ શહીદ થયેલા 40 જવાનોમાના એક હતા. સરકાર અને વિરોધપક્ષ વચ્ચે એરસ્ટ્રાઇકની ધમસાણ વચ્ચે શહીદોના પરિજનોએ જ હવે આંતકવાદીઓના મતૃદેહના પુરાવાની માંગણી કરી છે.

  રામ વકિલના બહેને રામ રક્ષાએ એનડીટીવીને જણાવ્યું,“ અમે કોઈના હાથ તો કોઈના આંતરડા જોયા હતા. અમારી માંગણી છે જે સામા પક્ષના આવા જ દૃશ્યો અમારે જોવા છે. મને વિશ્વાસ છે કે પાકિસ્તાનમાં હુમલો થયો છે પરંતુ ક્યાં થયો છે? કેટલા લોકો મર્યા છે? સરકારે આ પુરાવા આપવા જોઈએ. જ્યાં સુધી પુરાવા ન મળે ત્યાં સુધી વિશ્વાસ કરવો શક્ય નથી. ”

  આ પણ વાંચો: આતંકીઓને ટ્રેનિંગ આપવાની સાથે પાકિસ્તાનમાં આ કામ કરે છે હાફિઝ સઈદ

  શામલીથી પ્રદિપ કુમારના માતાએ પણ પુરાવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું, “ અનેક માએ પુલવામામાં દીકરા ગુમાવ્યા છે, મને સંતોષ નથી. બાલાકોટમાં કોણ મર્યુ છે, તેની જાણ પુરાવા સાથે ન થાય ત્યાં સુધી અમને સંતોષન હીં થાય. અમે આતંકવાદીઓના મૃતદેહ ટીવી પર જોવા માંગીએ છીએ”

  આ પણ વાંચો: બાલાકોટની સેટેલાઇટ તસવીરમાં જેવું છે તેવું જ દેખાયું જૈશનું તાલિમ કેન્દ્ર : રિપોર્ટ

  આંતરાષ્ટ્રીય મીડિયાના દબાણ છતાં સરકારે કોઈ પણ પ્રકારની વિગતો જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતીય વાયુસેનાએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે તેમનું કામ હુમલો કરવાનું હતું, લાશો ગણવાનું નહીં.

  આ પણ વાંચો: સ્ટ્રાઇમાં કેટલા આંતકીઓ મર્યા? મંત્રીએ કહ્યું: મચ્છરો ગણવાના હોય?

  મીડિયા અહેવાલો અનુસાર બાલાકોટમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓના મોત થયા હોવાની માહિતી મળી હતી જ્યારે પાકિસ્તાની સેનાએ દાવો ફગાવ્યો હતો. તેમના મતે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી.
  Published by:Jay Mishra
  First published: