ઉડાન દરમિયાન જ બંધ થઇ જતા હતાં એન્જિન, ઇન્ડિગોની 47 ફ્લાઇટ્સ કેન્સલ

કૂલ 14 વિમાનોમાં 320 નિયો વિમાનમાં ખાસ સીરિઝનાં એન્જિન લગાવવામાં આવ્યા હતાં. જેમાં 11 વિમાન ઇન્ડિગો, જ્યારે ત્રણ વિમાન ગો એર લાઇન્સનાં છે.

કૂલ 14 વિમાનોમાં 320 નિયો વિમાનમાં ખાસ સીરિઝનાં એન્જિન લગાવવામાં આવ્યા હતાં. જેમાં 11 વિમાન ઇન્ડિગો, જ્યારે ત્રણ વિમાન ગો એર લાઇન્સનાં છે.

 • Share this:
  નવી દિલ્હી: વિમાન સંચાલનમાં સુરક્ષાનાં હવાલા આપતાં DGCAએ કહ્યું કે ISN 450થી વધુ ક્ષમતાવાળા પ્રેન્ટ એન્ડ વ્હિટની 1100 એન્જીન યુક્ત એ320 નિયો વિમાનની ઉડાન પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે. DGCAએ ઇન્ડિગો અને ગો એરને 11 એ 320 નિયો વિમાનની ઉડાન પર લગાવેલા તાત્કાલિક રોકને કારણે ઇન્ડિગોએ આજે તેની 47 ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી છે.

  કંપની તરફથી રદ્દ કરવામાં આવેલી ફ્લાઇટમાં દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કોલકાત્તા, હૈદરાબાદ, બેંગલુરૂ, પટણા, શ્રીનગર, ભુવનેશ્વર, અમૃતસર અને ગુવાહાટીની ફ્લાઇટ્સ શામેલ છે. અચાનક રદ્દ કરવામાં આવેલી આ ફ્લાઇટ્સનાં ઘણાં યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

  ખરેખરમાં આ વિમાનોમાં એક ખાસ સીરિઝની પ્રેન્ટ એન્ડ વ્હિટની એન્જિન લાગ્યા છે. જેમાં ઉડાન દરમિયાન જ એન્જિન બંધ થવાની ફરિયાદ આવતી હતી. ગત એક મહિનાથી પણ ઓછા સમયમાં ત્રણ વખત આ એન્જિનની વચ્ચે આકાશમાં જ ઉડાન દરમિયાન જ કામ કરવાનાં બંધ થઇ ગયા હતા. જે બાદ DGCAએ આ પગલું ઉઠાવ્યું છે.

  એવાં વિમાનમાં સુરક્ષાને લઇને ચિંતિત ડિરેક્ટ્રોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આ નિર્ણ ઇન્ડિગોનાં એ320 નિયો વિમાનનું એન્જિન ચાલુ યાત્રા દરમિયાન ફેઇલ થઇ જવાની ઘટનાનાં ગણતરીનાં કલાકમાં લીધો હતો. આ વિમાનમાં એન્જિન ફેલ થવાનાં કારણે વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ખાતે સોમવારે કરવામાં આવી હતી.

  કૂલ 14 વિમાનોમાં 320 નિયો વિમાનમાં ખાસ સીરિઝનાં એન્જિન લગાવવામાં આવ્યા હતાં. જેમાં 11 વિમાન ઇન્ડિગો, જ્યારે ત્રણ વિમાન ગો એર લાઇન્સનાં છે. DGCAનાં આદેશ બાદ આ સિરીઝનાં તમામ વિમાનનાં ઉડાન પર
  રોક લગાવવામાં આવી છે.

  વિમાન સંચાલનમાં સુરક્ષાનો હવાલો આપતાં DGCAએ કહ્યું છે કે, ISN 450થી વધુ ક્ષમતાવાળા પ્રેન્ટ એન્ડ વ્હિટની 1100 એન્જિનવાળા એ320 નિયો વિમાનની ઉડાન પર તાત્કાલિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  ડિરેક્ટ્રોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કહ્યું કે, ઇન્ડિગો અને ગો એર બંનેને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે તે આ સિરિઝનાં એન્જિન તેમનાં વિમાનમાં ન લગાવે. આ એન્જિનનાં અતિરિક્ત સ્ટોક તેમની પાસે ઉપલબ્ધ હોવાથી આ નિર્દેશ આપવામાં આવ્યાં છે. તેઓ આ મુદ્દા પર તમામ સંબંધિત પક્ષ સાતે સંપર્કમાં રહેશે. અને જ્યારે યૂરોપીયન નિયામક IASA અને પ્રેન્ટ એન્ડ વ્હિટની આ મુદ્દે સમાધાન કરશે ત્યારે તેઓ સ્થિતિની સમિક્ષા પણ કરશે.

  આ મામલે ઇન્ડિગોનાં એક પ્રવક્તાએ કહ્યું કે, 'અમને DGCA તરફથી પત્ર મળ્યો છે. અને અમે તુરંત જ તેમનાં નિર્દેશોનું પાલન કરવાનું શરૂ કરી દીધુ છે'. તો ગો એરનાં પ્રવક્તાએ કહ્યું કે, 'કંપનીને DGCA તરફથી નિર્દેશ મળી ગયા છે અને અમે P&W GTF એન્જિનવાળા વિમાનોની ઉડાન કેન્સલ કરી દીધી છે. '

  તો બીજી તરફ P&Wએ તેનાં નિવેદનમાં કહ્યું કે, આ મામલાનો ઉકેલ ટૂકં સમયમાં આવશે તેનાં પર કામ શરૂ થઇ ગયુ છે.
  Published by:Margi Pandya
  First published: