Exclusive: 1002 મહિલાઓએ પ્રથમ વખત NDAની પરીક્ષા પાસ કરી, 19ને શોર્ટલિસ્ટ કરવામાં આવશે
Exclusive: 1002 મહિલાઓએ પ્રથમ વખત NDAની પરીક્ષા પાસ કરી, 19ને શોર્ટલિસ્ટ કરવામાં આવશે
લગભગ 20 મહિલા કેડેટ્સને પહેલી વારમાં NDAમાં પ્રવેશ આપવામાં આવશે, જે આર્મી, નેવી અને ભારતીય વાયુસેનામાં અધિકારીઓ તરીકે જોડાશે. (PTI)
Women clear their first NDA exam: આ 1,002 મહિલા ઉમેદવારો હવે સર્વિસ સિલેકશન બોર્ડ અને તેમના મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેશે, ત્યારબાદ તેમાંથી 19ને આવતા વર્ષના NDA કોર્સ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
નવી દિલ્હી. કુલ 8,000 સફળ ઉમેદવારોમાંથી આશરે એક હજારથી પણ વધુ મહિલાઓએ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા પાસ કરી છે એવું ન્યુઝ18ને જાણવા મળ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા 14 નવેમ્બરે લેવાયેલી પરીક્ષામાં મહિલા (Women candidates in NDA) ઉમેદવારોએ હાજરી આપી હોય તેવું આ પ્રથમ વખત થયું છે. બુધવારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ 1,002 મહિલા ઉમેદવારો હવે સર્વિસ સિલેકશન બોર્ડ અને તેમના મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેશે, ત્યારબાદ તેમાંથી 19ને આવતા વર્ષના NDA કોર્સ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
ન્યૂઝ18એ સૌપ્રથમ જાણકારી આપી હતી કે લગભગ 20 મહિલા કેડેટ્સને પહેલી વારમાં NDAમાં પ્રવેશ આપવામાં આવશે, જે આર્મી, નેવી અને ભારતીય વાયુસેનામાં અધિકારીઓ તરીકે જોડાશે.
એનડીએ આવતા વર્ષે કુલ 400 કેડેટ્સને પ્રવેશ આપશે, જેમાંથી સેના 10 મહિલાઓ સહિત 208 ઉમેદવારોને લેશે. નેવીમાં ત્રણ મહિલાઓ સહિત 42 ઉમેદવારોનો સમાવેશ થશે, જ્યારે IAF 120 ઉમેદવારોને પ્રવેશ આપશે, જેમાંથી છ મહિલાઓ હશે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે પરીક્ષા માટે અરજદારોની કુલ સંખ્યા 5,75,856 હતી, જેમાંથી 1,77,654 મહિલાઓ હતી.
NDA તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરી રહ્યું છે, એક મજબૂત સુરક્ષા ઉપકરણ લગાવી રહ્યું છે અને મહિલા પ્રશિક્ષકો, ગાયનેકોલોજિસ્ટ્સ સહિતના ડોક્ટરો અને અન્ય જરૂરી સહાયક સ્ટાફની નિમણૂક શરૂ કરી રહ્યું છે. અને આવતા વર્ષે પ્રથમ વખત મહિલા કેડેટ્સને તેના કેમ્પસમાં આવકારવા માટે અન્ય પગલાં લઈ રહ્યું છે.
પુણેના ખડકવાસલા સ્થિત NDAનું ઔપચારિક ઉદઘાટન 1955માં કરવામાં આવ્યું હતું. હાલમાં તેની પાસે કુલ 18 સ્ક્વોડ્રન છે, જેમાં પ્રત્યેકમાં લગભગ 120 કેડેટ્સનો સમાવેશ થાય છે. સંસ્થા પાસે હાલમાં તેની છ ટર્મમાં લગભગ 2,020 કેડેટ્સ છે.
કેડેટ્સ તેમની ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પછી તેમની પ્રી-કમિશનિંગ ટ્રેનિંગ માટે NDAમાં જોડાય છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, છ લાખથી વધુ ઉમેદવારો દર વર્ષે ચાર NDA એન્ટ્રન્સ અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીઝ પરીક્ષા માટે અરજી કરે છે. પરીક્ષાઓ યુપીએસસી દ્વારા લેવામાં આવે છે.
સપ્ટેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કેન્દ્રની માગણી મુજબ મહિલાઓને આવતા વર્ષે નહીં, પણ આ વર્ષથી જ એનડીએમાં સામેલ કરવામાં આવશે.
અત્યાર સુધી મહિલા અધિકારીઓ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA), ચેન્નાઈમાંથી આર્મીમાં જોડાતી હતી અને ઈન્ડિયન નેવલ એકેડેમી અને એર ફોર્સ એકેડેમીમાંથી નેવી અને આઈએએફમાં જોડાતી હતી, જ્યાં તેઓ સ્નાતક થયા પછી પ્રવેશ મેળવતા હતા.
NDA પહેલેથી જ તેના હાલના 18માં વધુ બે સ્ક્વોડ્રન ઉમેરવા અને લશ્કરી કેડેટ્સની વાર્ષિક સંખ્યામાં વધારો કરવા માટે કામ કરી રહ્યું છે.
હેડક્વાર્ટર્સ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ-IDS)ના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ACIDS) મેજર જનરલ અરવિંદ ભાટિયા (નિવૃત્ત)એ અગાઉ ન્યૂઝ18 ને જણાવ્યું હતું કે, આપેલ નિશ્ચિત સમયમાં NDAમાં આશરે 120-150 મહિલા કેડેટ્સ હોય તે વિચાર પર ચર્ચા કરવામાં આવી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર