નવી દિલ્હીઃ શિરોમણી અકાળી દળ (SAD)એ એનડીએ સાથે છેડો ફાડી દીધો છે. અકાળી દળ(Akali Dal) ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ જાણકારી આપી છે. તેઓએ કહ્યું છે કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ પહેલા જ મોદી કેબિનેટ (Modi Cabinet)માં અકાળી દળથી આવનારી એકમાત્ર મંત્રી હરસિમરત કૌર બાદલ મિનિસ્રી ્ ઓફ ફુડ એન્ડ પ્રોસેસિંગ (Ministry of Food and Processing)થી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કૃષિ બિલો (Farm Bills) પર સરકારનો વિરોધ કરવાને કારણે અકાળી દળ અને બીજેપીમાં ખેંચતાણ ચાલી રહી હતી. હવે જેમકે ગઠબંધન તૂટી ગફું છે તો શિવસેના (Shiv Sena) બાદ પોતાના સૌથી જૂના સહયોગી છોડી જવાથી બીજેપીને એક મોટો આંચકો લાગ્યો છે.
બીજેપી અને અકાળી દળની આ ભાગીદારી બે દશકથી વધુ જૂની હતી. વર્ષ 1992 સુધી અકાળી દળ અને બીજેપી પંજાબમાં અલગ-અલગ જ ચૂંટણી લડ્યા પરંતુ સરકાર બનાવવા માટે એક-બીજાનો સાથ આપવાનો હતો તો આગળ આવી ગયા. આમ તો જણાવી દઈએ કે માત્ર અકાળી દળ એનડીએના સૌથી જૂના ઘટક પૈકી એક હતી ઉપરાંત એનડીએમાં સામેલ સૌથી જૂની પાર્ટી પણ હતી.
મોગા ઘોષણા પર હસ્તાક્ષર બાદ બંને પાર્ટીઓએ 1997માં સાથે લડી પહેલી ચૂંટણી
બીજેપી અને અકાળી દળ 1996માં અકાળી દળના મોગા ડિક્લેરેશન નામની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ સાથે આવ્યા. ત્યારબાદ જ પહેલીવાર બંનેએ મળી 1997માં ચૂંટણી લડી. ત્યારથી સંબંધો ચાલ્યા આવતા હતા. નોંધનીય છે કે, મોગો ડિક્લેરેશન એક પ્રકારનો સમજૂતી પત્ર હતો, જેમાં વિઝનને લઈ ત્રણ મુખ્ય વાતો પર ભાર મૂકવામાં આવ્યો હતો- પંજાબી ઓળખ, પરસ્પર ભાઈચારો અને રાષ્ટ્રીય સુરક્ષા. મૂળે 1984 બાદથી જ માહોલ ખૂબ ખરાબ થઈ ગયો હતો એવામાં આ મૂલ્યોની સાથે બંને પાર્ટીઓએ હાથ મિલાવ્યા હતા.
વિશેષજ્ઞોએ આ ગઠબંધનને એવી રીતે જોયું કે અકાળી સમગ્ર શીખ સમાજને પોતાની પાછળ એકજૂથ નહોતા કરી શકતા. શીખ સમાજ વહેંચાઈને મતદાન કરી રહ્યો હતો. એવામાં બીજેપીમાં તેમને એક એવા સહયોગી દેખાયા, જે તેમની વોટબેન્કમાં તિરાડ પાડ્યા વગર તેને વધારવામાં કામ કરશે. બીજા કોઈ સહયોગી તેમને ન મળ્યા કારણ કે 1984ના તોફાનો બાદથી જે થયું, તેના કારણે કોઈ આવા ગઠબંધન માટે કૉંગ્રેસ અયોગ્ય થઈ ગઈ હતી. તેથી અકાળીઓએ બીજેપી સાથે હાથ મિલાવ્યા.
દરેક વખતે સરકાર બદલનારા પંજાબને સતત બે સરકાર આપનારું ગઠબંધન
આમ તો, અકાળી દળને બીજેપી સાથે ગઠબંધનથી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થયો. પંજાબમાં એક જ પાર્ટી છે જે છેલ્લા અનેક દશકોમાં બે વાર સતત ચૂંટણી જીતી શકી છે, અને તે છે બીજેપી અને અકાળી દળનું ગઠબંધન. આ ગઠબંધન 2007થી 2017 સુધી પંજાબમાં સત્તામાં રહ્યું. જોકે આ ગઠબંધનના હંમેશા સારા દિવસો ન રહ્યા, અનેક વાર માત પણ ખાવી પડી. પરંતુ ઉતાર-ચઢાવની વચ્ચે પણ ગઠબંધન તૂટ્યું નહીં.
હાલના પ્રકરણમાં પંજાબમાં કૃષિ બિલોના ભારે વિરોધની વચ્ચે અકાળી દળને પોતાની વોટ બેન્ક સરકવાનો ડર પણ સતત લાગી રહ્યો હતો. વિશેષજ્ઞ આ ગઠબંધનના તૂટવા પાછળનું એક કારણ તેને પણ ગણે છે. સંસદના ચોમાસું સત્ર દરમિયાન અકાળી દળે કૃષિ બિલોનો સખત વિરોધ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર