Home /News /national-international /એક્ઝિટ પોલ આવતા જ રાજકીય ગરમાવો, NDAએ બોલાવી બેઠક

એક્ઝિટ પોલ આવતા જ રાજકીય ગરમાવો, NDAએ બોલાવી બેઠક

  એક્ઝિટ પોલ આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. હવે એનડીએના લીડર્સ 21મીએ બેઠક કરશે, આ બેઠક માટે તમામ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 23 મેએ આવનારા પરિણામને ધ્યાને રાખી આગળની રણનીતિ પર વાત કરવામાં આવશે. જો કે બેઠકની આગેવાની કોણ કરશે તે હાલ જાણવા મળ્યું નથી.

  એક્ઝિટ પોલમાં NDAની જીત

  એક્ઝિટ પોલના પરિણામમાં એનડીએને રેકોર્ડબ્રેક જીત મળી રહી છે, અનુમાન છે કે લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં 336 સીટ મળી શકે છે. તો યુપીએ માત્ર 82 સીટ પર જ સમેટાઇ જશે. અન્યને 124 સીટ પર જીત મળવાની આશા છે. જ્યાં એનડીએને કુલ શેર અંદાજે 48.5 ટકા રહેવાની આશા છે. યુપીએને 25 ટકા પર જ સંતોશ માનવો પડશે.

  કહેવામાં આવી રહ્યું છે કે એક્ઝિટ પોલ પર દેખાઇ રહેલી સફળતાને લઇને હવે ભાજપને સરકાર બનાવવાનો વિશ્વાસ આવી ગયો છે. આ કારણે હવે 21 મેએ બોલાવવામાં આવેલી બેઠકમાં સરકાર બનાવવાને લઇને ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન NDAમાં સામેલ અન્ય દળના નેતાઓની સાથે ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Lok sabha election 2019, એક્ઝિટ પોલ, એનડીએ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन