રાજ્યસભામાં ખાલી થયેલી 6 સીટો પર ચૂંટણી પ્રક્રિયા 5 જુલાઈ સુધી પુરી થઈ જશે. ત્યારબાદ સદનમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ રીતે બઢત મળતી દેખાઈ રહી છે. તેલંગાણામાં તેલૂગુ દેશમ પાર્ટીના ચાર અને ઈન્ડીયન નેશનલ લોકદળના એક સાંસદ બીજેપીમાં સામેલ થયા બાદ એનડીએનું પલ્લુ ભારે થતુ જોવા મળી રહ્યું છે.
અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભામાં કોઈ બીલ પાસ કરાવવા માટે બહુમતની જરૂર પડતી હતી, પરંતુ બહુમત વગર તેને બીલ કરાવવામાં મુશ્કેલ થઈ રહી હતી. પરંતુ, ધીરે ધીરે પરિસ્થિતિઓ બીજેપીના પક્ષમાં જતી જોવા મળી રહી છે.
5 જુલાઈ બાદ એનડીએ પાસે બસ માત્ર 6 સાંસદની અછત રહેશે
ગત રવિવાર સુધી રાજ્યસભામાં એનડીએ પાસે 235માંથી 111 સભ્યો હતા. હાલમાં રાજ્યસભાની 10 સીટો ખાલી છે. 5 જુલાઈના રોજ યોજાનાર રાજ્યસભા ચૂંટણીમાં એનડીએના 4 સાંસદો ચૂંટાઈને આવે તેવી પૂરી સંભાવના છે. આ સાથે જ રાજ્યસભામાં એનડીએ સભ્યોની સંખ્યા વધીને 115 થઈ જશે. ત્યારબાદ એનડીએના સભ્યોની સંખ્યા બહુમત માટે માત્ર 6 બાકી રહેશે. રાજ્યસભામાં કુલ 245 સાંસદ હોય છે. એવામાં બહુમત 123 પર થાય છે.
તમને જણાવી દઈએ કે, અગામી વર્ષે એનડીએ રાજ્યસભામાં બહુમતનો આંકડો પાર કરી દેશે. 72 સીટો 2020માં ફરીથી ભરાશે. તેમાંથી 51 સીટો અગામી વર્ષે જુલાઈમાં તથા 11 સીટો નવેમ્બરમાં નવી ભરાશે. તેમાંથી 10 સીટો ઉત્તર પ્રદેશની પણ છે, જ્યાં પ્રચંડ બહુમત સાથે ભાજપા સરકાર ચાલી રહી છે, જેનો કાર્યકાળ 2022 સુધી છે.
ગુજરાતમાં ખાલી થઈ છે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીન સીટ
5 જુલાઈએ રાજ્યસભાની 6 સીટો પર ચૂંટણી થશે. તેમાંથી એક સીટ ભાજપાની સહયોગી લોજપાને જશે. માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને નિર્વિરોધ ચૂંટવામાં આવશે. આ સિવાય ગુજરાતમાં ભાજપાની બે સીટો ખાલી થઈ છે, ઓડિશામાં ત્રણ સીટોમાંથી એક બીજેપીના ભાગમાં આવવાની સંભાવના છે.
ગેર યૂપીએ દળનું સમર્થન મળશે તો કોઈ પણ બીલ પાસ કરાવવાનું નહી રહે મુશ્કેલ
આ બધા વચ્ચે જો વર્તમાનમાં રાજ્યસભામાં કદાચ કોઈ બિલ પાસ કરાવવા માંગશે અને કોઈ ગેર યૂપીએ દળનો સહયોગ મળી ગયો તો, તો એનડીએને કોઈ પણ બીલ પાસ કરાવવામાં મુશ્કેલી નહીં રહે. આ દળોમાં ટીઆરએસ, બીજેડી અને વાઈઆરએસસીપી સામેલ છે. બીજેડી અને વાઈઆરએસસીપી સાથે બીજેપી સંબંધ સારા બનાવવાની કોશિસ કરતી રહી છે. એવામાં જો તેમનો સાથે મળી જાય તો, કોઈ પણ બિલ મુકતા જ પાસ થઈ જશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર