કોંગ્રેસના Exit pollમાં પણ NDA આગળ, ગુજરાતમાં 7 સીટ પર જીતનું અનુમાન

News18 Gujarati
Updated: May 22, 2019, 6:02 PM IST
કોંગ્રેસના Exit pollમાં પણ NDA આગળ, ગુજરાતમાં 7 સીટ પર જીતનું અનુમાન
પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસે પોતાનો એક એક્ઝિટ પોલ તૈયાર કર્યો છે. આ પોલમાં પણ એનડીએને યુપીએ કરતાં વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે. જોકે, આ સરવે અનુસાર કોઈ પણ પક્ષને સીધી રીતે સરકાર બનાવવાની બહુમતિ મળી રહી નથી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ રવિવારે સાંજે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એક બાજુ એનડીએમાં જશ્નનો માહોલ છે તો બીજી બાજુ કોંગ્રેસ નેતાઓના ચહેરા પર હારની ચિંતા જોવા મળી રહી છે. કોંગ્રેસની આ ચિંતામાં ત્યારે વધારો થયો જ્યારે તેમના એક્ઝિટ પોલમાં પણ એનડીએ આગળ દેખાઈ રહી છે. આ પોલ મુજબ ભાજડપ એકલા હાથે 200 બેઠકો જીતી રહ્યો છે, જ્યારે એનડીએ 230 બેઠકોપર આગળ છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા મુજબ યુપીએ 190 બેઠકો પર આગળ છે. આ અક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ ગુજરાતમાં 7 બેઠકો જીતવાની આશા રાખી રહી છે.

પંજાબ, કેરળ, તમિલનાડુમાં સારો દેખાવ
આ એક્ઝિટ પોલ મુજબ, પંજાબ, તામિલનાડુ અને કેરળમાં કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરી રહી છે. જ્યારે કોંગ્રેસના પોલ મુજબ બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરિયાણામાં પણ સારૂ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. આ પોલ મુજબ યુપીએ બિહારમાં 15 બેઠકો પર અને મહારાષ્ટ્રમાં 22 બેઠકો પર, તામિલનાડુમાં 44 બેઠકો પર, કેરળમાં 15, ગુજરાતમાં 7 કર્ણાટકમાં 11, પશ્ચિમ બંગાળમાં 2, મધ્ય પ્રદેશમાં 8-10 અને હરિયાણામાં 5-6 અને રાજસ્થાનમાં 6-7 બેઠકો પર જીત મેળવશે.ૉ

આ પણ વાંચો :  ગૃહ મંત્રાલયે વિવિધ રાજ્યોને રાખ્યા 'એલર્ટ' ઉપર, મતગણતરીના દિવસે અશાંતિના એંધાણ

અન્ય રાજ્યોમાં પ્રદર્શન
કોંગ્રેસના પોલ મુજબ ઉત્તર પ્રદેશમાં 5, દિલ્હીમાં 2, છત્તીસગઢમાં 9 ઓડિશામાં 2, તેલંગાણામાં 2, જમ્મુ કાશ્મીરમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, ગોવામાં 1, ઝારખંડમાં 5, ઉત્તરાખંડમાં 2, પૂર્વોત્તર રાજ્યોમાં 7-10 બેઠકો જીતશે તેવું અનુમાન છે. જ્યારે આસામમાં કોંગ્રેસને 6 બેઠકો જીતવાનું અનુમાન છે, જ્યારે અરૂણાચલ અને મેઘાલયમાં કોંગ્રેસને 1-1 અને મેઘાલયમાં 2 તેમજ નાગાલેન્ડમાં 1 બેઠક પર જીતનો આશાવાદ છે.


રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અને પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે તમે સાવધ અને સજાગ રહેજો. તમે ડરતા નહીં કારણ કે તમે સત્યની સાથે છો. કોઈ પણ ખોટા એક્ઝિટ પોલથી નિરાશ થશો નહીં. પોતાના પર અને કોંગ્રેસ પર વિશ્વાસ રાખજો તમારી મહેનત એળે નહીં જાય.
First published: May 22, 2019, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading