બિહારમાં NDAએ જાહેર કરી ઉમેદવારોની યાદી, શત્રુઘ્ન-શાહનવાજની ટિકિટ કપાઈ

News18 Gujarati
Updated: March 23, 2019, 12:44 PM IST
બિહારમાં NDAએ જાહેર કરી ઉમેદવારોની યાદી, શત્રુઘ્ન-શાહનવાજની ટિકિટ કપાઈ
બીજેપીએ પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી

બીજેપીએ પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી

  • Share this:
બિહારમાં એનડીએ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહાર બીજેપી પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બીજેપી, જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ) અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

બીજેપીએ પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે. બિહાર બીજેપીના મોટા ચહેરા શાહનવાજ હુસૈનની પણ આ વખતે ટિકિટ કપાઈ છે.

આ ઉપરાંત બીજેપીએ ગત ચૂંટણીમાં નવાદાથી સાંસદ બનેલા ગિરિરાજ સિંહને બેગૂસરાયથી મેદાનમાં ઉતાર્યા છે. સાથોસાથ બીજેપીએ પ્રવક્તા શાહનવાજની ટિકિટ કાપી દીધી છે. આ સીટી જેડીયૂના ખાતામાં ગઈ છે. એનડીએ દ્વારા માત્ર એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. જેડીયૂએ કિશનગંજ સીટથી મહમૂદ અશરફને ટિકિટ આપી છે.આ પણ વાંચો, બીજેપીની ત્રીજી અને કોંગ્રેસની સાતમી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી
First published: March 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading