Home /News /national-international /

જગદીપ ધનખડ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ભાજપે કરી જાહેરાત

જગદીપ ધનખડ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ભાજપે કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

આજે શનિવારે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે

    દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) એનડીએ (NDA) તરફથી ઉપરાષ્ટ્રપતિ (vice president) પદના ઉમેદવાર (candidate) હશે. આજે શનિવારે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

    દિલ્હી સ્થિતિ પાર્ટીના કાર્યલયે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત સંસદયી બોર્ડના અન્ય સભ્ય હાજર રહ્યા હતા.

    બેઠક વિશે માહિતી આપતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંસદીય બોર્ડની બેઠકમાં બધા સામેલ થયા હતા. અનેક નામોની ચર્ચા થઈ હતી. બધા નામો પર વિચાર કર્યા પછી અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ કે અમે અમારા ખેડૂત પુત્ર જગદીપ ધનખરજીનું નામ આગળ કરીએ છીએ. તેમણે ખૂબ જ ટૂંકાગાળામાં રાજસ્થાન હાઈકોર્ટમાં એક પ્રખ્યાત વકીલ તરીકે પોતાની ઓળખ બનાવી હતી.

    દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટેના મતદાનમાં સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્યો સામેલ થાય છે. સંસદમાં વર્તમાન સંખ્યાબળ 780 છે, જેમાંથી માત્ર ભાજપના 394 સાંસદો છે. જીતવા માટે 390થી વધુ વોટ જરૂરી છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થશે.

    ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને 6 ઓગસ્ટે મતદાન થવાનું છે. ભાજપે આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જો મુર્મુ ચૂંટણી જીતશે તો તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. 2017માં એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તત્કાલિન કેન્દ્રીય મંત્રી નાયડુને નામાંકિત કર્યા હતા. ભાજપ આ વખતે પણ પોતાના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા મજબૂત સ્થિતિમાં છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन