એનડી તિવારીના દીકરા રોહિત શેખરનું સંદિગ્ધ મોત, નાકમાંથી નીકળતું હતું લોહી

News18 Gujarati
Updated: April 17, 2019, 7:33 AM IST
એનડી તિવારીના દીકરા રોહિત શેખરનું સંદિગ્ધ મોત, નાકમાંથી નીકળતું હતું લોહી
એનડી તિવારી અને રોહિત શેખર (ફાઇલ ફોટો)

ઘરના નોકરે શેખરની માતાને જાણકારી આપી હતી કે સાહેબ ઉઠી નથી રહ્યા. તેમના નાકમાંથી લોહી આવી રહ્યું છે

  • Share this:
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિવંગત નેતા નારાયણ દત્ત તિવારીના દીકરા રોહિત શેખરનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મંગળવાર સાંજે મોત થયું છે. મળતી માહિતી મુજબ તેમને અચેતન અવસ્થામાં સાકેત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. હજુ સુધી તેમના મોતના કારણો વિશે જાણી નથી શકાયું.

દિલ્હી પોલીસનું કહેવું છે કે લગભગ 4.45 વાગ્યે હોસ્પિટલથી શેખર તિવારીના મોતની જાણકારી મળી. શેખરની માતા તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. ડોક્ટર્સે જણાવ્યું કે જે સમયે શેખરને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તે સમયે તેમના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું.

ઘરના નોકરે શેખરની માતાને જાણકારી આપી હતી કે સાહેબ ઉઠી નથી રહ્યા. તેમના નાકમાંથી લોહી આવી રહ્યું છે. ત્યારે તેમની માતા ઘરે પહોંચ્યા હતા, પછી ઍમ્બ્યુલન્સથી રોહિતને મેક્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. મેડિકલ કાર્યવાહી બાદ દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી. હજુ સુધી મોતનું કારણ સ્પષ્ટ નથી થયું. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે રોહિતનું મોત અસામન્ય મોત તો નથી ને.ઉલ્લેખનીય છે કે, રોહિત શેખરે ગયા વર્ષે એપ્રિલમાં જ મધ્યપ્રદેશની અપૂર્વા શુક્લા સાથે સગાઈ કરી હતી. રોહિત અને અપૂર્વાની સગાઈ રોહિતના દિલ્હી સ્થિત ઘરે થઈ હતી અને મે મહિનામાં રોહિત અને અપૂર્વા લગ્ન થયા હતા. રોહિતના લગ્નમાં રાજકારણ સાથે જોડાયેલા અનેક નેતા પણ સામેલ થયા હતા. સગાઈ બાદ રોહિત અને અપૂર્વા મેક્સ હોસ્પિટલ ગયા હતા જ્યાં રોહિતના પિતા એનડી તિવારીની સારવાર ચાલી રહી હતી. નોંધનીય છે કે અપૂર્વા મધ્ય પ્રદેશના ઇન્દોરની રહેવાસી છે અને તે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. રોહિત જાન્યુઆરી 2017માં બીજેપીના સભ્ય બન્યા હતા.
First published: April 17, 2019, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading