દેશમાં મહિલા વિરુદ્ધ વર્ષ 2017માં સૌથી વધુ ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાયા, આસામ સૌથી અસુરક્ષિત રાજ્ય

News18 Gujarati
Updated: October 23, 2019, 5:09 PM IST
દેશમાં મહિલા વિરુદ્ધ વર્ષ 2017માં સૌથી વધુ ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાયા, આસામ સૌથી અસુરક્ષિત રાજ્ય
પ્રતિકાત્મક તસવીર

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા પ્રતિ વર્ષ દેશમાં થતા ગુનાઓ (Cirme) વિશેનો એક વિસ્તૃત અહેવાલ (Report) તૈયાર કરવામાં આવે છે. NCRBના તાજેતરના અહેવાલ મુજબ મહિલાઓ વિરુદ્ધ ગુનાની સંખ્યામાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા પ્રતિ વર્ષ દેશમાં થતા ગુનાઓ (Cirme) વિશેનો એક વિસ્તૃત અહેવાલ (Report) તૈયાર કરવામાં આવે છે. NCRBના તાજેતરના અહેવાલ મુજબ મહિલાઓ વિરુદ્ધ ગુનાની સંખ્યામાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે. વર્ષ 2017ના લેટેસ્ટ અહેવાલ મુજબ દેશમાં પાછલા ડેટા કરતાં મહિલાઓ વિરુદ્ધ ગુનાની ટકાવારીમાં 6.16 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017માં મહિલાઓ વિરુદ્ધ થયેલા કગુનાની સંખ્યા 3,59,849 છે, જ્યારે વર્ષ 2016માં આ ગુનાની સંખ્યા 3,38559 હતી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગુના


આ અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ, દિલ્હી મહિલાઓ માટે અસુરક્ષિત હોવાનું તારણ નીકળે છે જ્યારે આસામમાં પણ મહિલા વિરુદ્ધ ગુનાની સંખ્યા વધારે છે. અહેવાલ મુજબ દેશભરમાં 32,59 બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે જેમાંથી 10,221 કેસમાં પીડિતા સગીર હતી. આ યાદીમાં સૌથી વધારે કેસ મધ્યપ્રદેશના છે. મધ્યપ્રદેશમાં 5,562 બળાત્કારના કેસ નોંધાયા છે.

આસામ સૌથી અસુરક્ષિત રાજ્ય
19 રાજ્યોના ગુનાઓની સંખ્યા જોતાં રાજ્યની દૃષ્ટીએ મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓમાં આસામ ટોપ પર છે. વર્ષ 2017માં આસામમાં દર એક લાખ મહિલાઓએ 144 મહિલાઓએ ગુનાનો ભોગ બનવું પડ્યું છે. રાજ્યમાં 17772 બળાત્કારના ગુના નોંધાયા છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ પણ મોખરે છે. ઉત્તર પ્રદેશમાં 56011 ગુનાઓ મહિલાઓ વિરુદ્ધ થયા છે. રાષ્ટ્રીય આંકડામાં આ ટકાવારી 15.06 ટકા છે. વર્ષ 2016માં ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ 49,262 ગુનાઓ નોંધાયા હતા.

આ પણ વાંચો :  કમલેશ તિવારી હત્યા કેસ : અસફાક અને મયુદ્દીનના નિશાને વધુ એક હિંદુ નેતા હતા

લખનઉ સૌથી અસુરક્ષિત શહેર

શહેરની દૃષ્ટીએ ઉત્તર પ્રદેશની રાજધાની લનઉ મહિલાઓ માટે સૌથી વધુ અસુરક્ષિત છે. દર એક લાખ મહિલાએ લખનઉમમાં 178 મહિલા ગુનાનો ભોગ બની હતી. જ્યારે દિલ્હીમાં મહિલાઓ સામે મોટી સંખ્યામાં ગુના થયા છે. દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ 2017માં 11,542 ગુના થયા છે. જોકે, વર્ષ 2015ની સરખામણીએ આ આંકડો ઘટ્યો છે વર્ષ 2015માં દિલ્હીમાં 14,766 ગુનાઓ મહિલાઓ વિરુદ્ધ નોંધાયા હતા. મુંબઈમાં વર્ષ 2017માં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાની સંખ્યા 5,453 હતી જ્યારે બેગલુરૂમાં 3,565 ગુના નોંધાયા હતા.

જાત્તિય ગુનાઓ

મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ જાત્તિય ગુનાઓ મધ્યપ્રદેશમાં નોંધાયા છે. મધ્યપ્રદેશમાં 5,562 કેસ નોંધાયા છે જેમાં 3082 પીડિતા સગીર હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં 4246 જાત્તિય ગુનાના કેસ નોંધાયા જેમાં 1,560 પીડિતા સગીર હતી. રાજસ્થાનમાં 3305 અને ઓડિસામાં 2070 રેપ કેસ નોંધાયા છે. ડેટા મુજબ 93.01 ટકા પીડિતાઓ અત્યાચાર કરનારને ઓળખતી હતી અથવા તો આરોપીઓ તેમના જાણીતા હતા.

આ પણ વાંચો : J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, મૂસા બાદ આતંકી સંગઠન સંભાળનારો હામિદ લલ્હારી ઠાર

સુરક્ષિત રાજ્યો

મહિલાઓ વિરુદ્ધ ગુનાની દૃષ્ટીએ દેશમાં નાગાલેન્ડ સૌથી વધુ સુરક્ષિત છે. નાગાલેન્ડમાં દર એક લાખ મહિલાએ માત્ર 7 મહિલાઓ જ ગુનાનો ભોગ બની છે જ્યારે વર્ષ 2017માં નાગાલેન્ડમાં માત્ર 10 રેપ કેસ નોંધાયા છે. સિક્કિમમાં આ સંખ્યા 17 હતી જ્યારે મિઝોરમમમાં 25 હતી.

આ રાજ્યોમાં ગુનામાં ઘટાડો થયો

રાજ્સ્થાનમાં વર્ષ 2016માં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાની સંખ્યા 27,422 હતી જે વર્ષ 2017માં ઘટીને 25,993 થઈ છે. આ સંખ્યા પશ્ચિમ બંગાળમાં વર્ષ 2016માં 32,513 હતી જે ઘટીને 30,992 થઈ છે. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાની સંખ્યા અન્ય રાજ્યો કરતા ખૂબ ઓછી છે. વર્ષ 2016માં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાની સંખ્યા 8532 હજી જે વર્ષ 2017માં 8,133 નોંધાઈ છે. કર્ણાટકમાં આ આંકડો 2016માં 14078 હતો જે ઘટીને વર્ષ 2017માં 14,131 થયો છે.

આ પણ વાંચો : કમલેશ તિવારી હત્યાકાંડ : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખુલાસો- ચાકુના ઉપરાઉપરી 15 ઘા મારી, ગોળી ધરબી દીધી

સંઘ પ્રદેશ

સંઘ પ્રદેશોમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 1322 કેસ વર્ષ 2017માં નોંધાયા છે, જેમાંથી 1,229 માત્ર દિલ્હીમાં નોંધાયા છે. આ સંખ્યાની દૃષ્ટીએ ચંડીગઢમાં 65 કેસ નોંધાયા છે.
First published: October 23, 2019, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading