માંગણી પર વિચાર ન કર્યો તો દિલ્હી સુધી સિમિત નહીં રહે ખેડૂત આંદોલન : શરદ પવાર

માંગણી પર વિચાર ન કર્યો તો દિલ્હી સુધી સિમિત નહીં રહે ખેડૂત આંદોલન : શરદ પવાર
માંગણી પર વિચાર ન કર્યો તો દિલ્હી સુધી સિમિત નહીં રહે ખેડૂત આંદોલન : શરદ પવાર

જ્યારે બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સરકારને વિનંતી કરી હતી કે આમાં ઉતાવળ બતાવવી જોઈએ નહીં - શરદ પવાર

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાનૂનોનો (New Farm Law)વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રદર્શનનો (Farmers Protest)આજે 11મો દિવસ છે. સરકાર સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. ખેડૂત નેતાઓએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂત આંદોલન પર ઘણા રાજનેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક રાજનીતિક દળ તેનું સમર્થન કરી રહ્યા છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar)કિસાન આંદોલન પર કહ્યું કે જો જલ્દી સમાધાન ના થયું તો દેશભરના કિસાન પંજાબ-હરિયાણાના કિસાનો સાથે આંદોલનમાં સામેલ થઈ જશે.

  શરદ પવારે કહ્યું કે દેશની ખેતી અને અન્ન ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવે તો સૌથી વધારે યોગદાન હરિયાણા અને પંજાબના ખેડૂતોનું છે. વિશેષ રૂપથી ઘઉં અને ચોખાની ખેતીથી દુનિયાના 17-18 દેશોને અન્ન પહોંચાડવાનું કામ આ ખેડૂતોએ કર્યું છે. જો પંજાબ અને હરિયાણાના ખેડૂતો રસ્તા પર આવી રહ્યા છે તો તેને ઘણી ગંભીરતાથી લેવી જોઈએ.  આ પણ વાંચો - બોક્સર વિજેન્દર સિંહની જાહેરાત, જો સરકારે કૃષિ કાયદા પાછા ના લીધા તો પરત કરશે ખેલ રત્ન એવોર્ડ

  શરદ પવારે કહ્યું કે જો આવું જ ચાલું રહ્યું તો આ આંદોલન ફક્ત દિલ્હી સુધી સિમિત નહીં રહે પણ દેશના બીજા વિસ્તારના લોકો ખેડૂતો સાથે ઉભા હશે. જ્યારે બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સરકારને વિનંતી કરી હતી કે આમાં ઉતાવળ બતાવવી જોઈએ નહીં.

  સંસદ દ્વારા પાસ થયેલા નવા કૃષિ બિલ પર પવારે કહ્યું કે બિલને ચયન સમિતિ પાસે મોકલવું જોઈતું હતું અને તેના પર ચર્ચાની જરૂર હતી પણ આમ થયું નહીં અને બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. હવે સરકારને તે જ ઉતાવળ ભારે પડી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:December 06, 2020, 19:20 pm