તારિક અનવરની તબિયત ગંભીર, એર એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યા દિલ્હી

  • Share this:
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા તારિક અનવરની તબિયત અચાનક બગડી ગઈ છે. એનસીપી નેતા પોતાના ગૃહ રાજ્ય બિહારમાં હતા, જ્યાં તેઓ બિમાર થઈ ગયા હતા.

તારિક અનવરની હાલત ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે. જેને જોતા તેમને પટનાથી દિલ્હી એર એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યા હતા. 66 વર્ષિય તારિક અનવરને એર એમ્બ્યુલન્સથી સારવાર માટે દિલ્હીમાં લાવવામાં આવ્યા.

બતાવવામાં આવી રહ્યું છે કે, કટિહારથી લોકસભાના MP તારિક અનવરની સોમવાર રાત્રે અચાનક તબિયત લથડી હતી, જ્યાર બાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ પાછળથી તેમની તબિયત વધુ લથડતા તેમને દિલ્હી રિફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
First published: