NCP નેતા નવાબ મલિકનો આરોપ, કહ્યું- કેન્દ્રએ મહારાષ્ટ્રમાં રેમડેસિવીરની સપ્લાઇ રોકી, કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

NCP નેતા નવાબ મલિકનો આરોપ, કહ્યું- કેન્દ્રએ મહારાષ્ટ્રમાં રેમડેસિવીરની સપ્લાઇ રોકી, કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ
પ્રતિકાત્મક તસવીર

એનસીપીના નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રએ રેમડેસિવીર ઇન્જેક્શનની સપ્લાઇ કરનાર બધી કંપનીઓને કહ્યું છે કે તે મહારાષ્ટ્ર સરકારને આ ઇન્જેક્શન ના આપે

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ સામે કારગર દવા રેમડેસિવીર પર રાજનીતિ શરૂ થઇ ગઈ છે. એનસીપીના નેતા નવાબ મલિકે રેમડેસિવીર (Remdesivir)ઇન્જેક્શનની સપ્લાઇને લઈને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ રેમડેસિવીર ઇન્જેક્શનની સપ્લાઇ કરનાર બધી કંપનીઓને કહ્યું છે કે તે મહારાષ્ટ્ર સરકારને આ ઇન્જેક્શન ના આપે. કેન્દ્રએ આ કંપનીઓને લાયસન્સ રદ કરવાની ધમકી આપી છે. નવાબ મલિકના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપ્યો છે.

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નવાબ મલિકનો દાવો ચોંકાવનારો છે. આ અડધું સચ અને જુઠથી ભરેલું છે. નવાબ મલિક જમીની હકીકતથી અજાણ છે. કેન્દ્ર સતત મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જેથી કોઇપણ રીતે રેમડેસિવીર ઇન્જેક્શનની આપૂર્તિ થઇ શકે. તેમણે કહ્યું કે અમે દેશમાં રેમડેસિવીર ઇન્જેક્શનનું ઉત્પાદન ડબલ કરી રહ્યા છીએ. જેથી નિર્માતાઓને 12 એપ્રિલ પછી 20થી વધારે પ્લાન્ટોની મંજૂરી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના લોકોને રેમડેસિવીર પર્યાપ્ત માત્રામાં સુનિશ્ચિત કરાવવી અમારી પ્રાથમિકતા છે.



    આ પણ વાંચો - કોરોના દર્દીઓને મોટી રાહત, મોદી સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનની કિંમત ઘટાડી


    મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકારી રેકોર્ડ પ્રમાણે મહારાષ્ટ્રમાં ઇઓયુ અને એસઇઝેડની ફક્ત એક એકમ છે. બધા રેમડેસિવીર નિર્માતાઓ સાથે અમે સંપર્કમાં છીએ. ઇન્જેક્શનની કોઇ ખેપ ફસાઇ નથી.

    તેમણે નવાબ મલિકને વિનંતી કરતા કહ્યું કે તમે તે 16 કંપનીઓની સુચી ઉપલબ્ધ કરાવો, જ્યાં WHO-GMPના સ્ટોક ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સહિત આખા દેશની જનતા માટે બધુ કરવા પ્રતિબદ્ધ છે.
    Published by:Ashish Goyal
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ