Home /News /national-international /

ED Arrest Nawab Malik: NCP નેતા નવાબ મલિકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ, કહ્યું- હું ડરતો નથી

ED Arrest Nawab Malik: NCP નેતા નવાબ મલિકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ, કહ્યું- હું ડરતો નથી

નવાબ મલિકની પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે (ફાઇલ ફોટો)

Nawab Malik Arrest: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 62 વર્ષીય નેતા નવાબ મલિક સવારે 8 વાગ્યે બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં EDની ઓફિસે પહોંચ્યા હતા અને એજન્સીએ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધ્યું હતું.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની ધરપકડ (ED Arrest Nawab Malik) કરી હતી. મુંબઈ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની પૂછપરછ કરી રહી હતી. એજન્સીના સૂત્રોએ જણાવ્યું છે કે મલિક પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થયા બાદ નવાબ મલિકે કહ્યું કે, મારી ધરપકડ કરવામાં આવી છે પરંતુ હું ડરતો નથી. અમે લડીશું અને જીતીશું."

    નવાબ મલિકની ધરપકડ બાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. ED ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી, મલિક ખૂબ જ ખુશ દેખાતા હતા અને એજન્સીની ઓફિસની બહાર ઊભા રહેલા તેમના સમર્થકોને હાથ મિલાવીને અભિવાદન અને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાં જ નવાબ મલિકની ધરપકડ પછી મોટી સંખ્યામાં NCP કાર્યકર્તાઓ એજન્સીની ઓફિસની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 62 વર્ષીય નેતા નવાબ મલિક સવારે 8 વાગ્યે બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં EDની ઓફિસે પહોંચ્યા હતા અને એજન્સીએ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધ્યું હતું. નિવેદન નોંધ્યા બાદ EDએ મલિકની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે એજન્સી મિલકતના વેચાણ અને ખરીદીમાં મલિકની કથિત સંડોવણીની તપાસ કરી રહી છે, તેથી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.



    નવાબ મલિક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે

    મલિક છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે જ્યારે તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ વ્યક્તિગત અને સેવા સંબંધિત આરોપો મૂક્યા હતા. મલિકના જમાઈ સમીર ખાનની એનસીબીએ ગયા વર્ષે નાર્કોટિક્સના કેસમાં ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો- Gujarat Board 10th-12th Exams: ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, અહીંથી ચેક કરો

    EDએ 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં દરોડા પાડ્યા બાદ મલિકની પૂછપરછ કરવામાં આવી હતી અને અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ, કથિત ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હવાલા વ્યવહારોના સંબંધમાં નવો કેસ નોંધ્યો હતો.

    આ પણ વાંચો- ગ્રીષ્મા હત્યા કેસ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે ગુનો ન કબૂલ્યો, હવે ફાસ્ટ ટ્રેકમાં ચાલશે કેસ

    એજન્સીએ 1993 બોમ્બ ધડાકાના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમની દિવંગત બહેન હસીના પારકર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટના ઘર સહિત 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કાસકર જે પહેલાથી જ જેલમાં છે, તેની એજન્સીએ ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. EDએ પારકરના પુત્રની પણ પૂછપરછ કરી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Dawood Ibrahim, Nawab Malik, NCP

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन