Home /News /national-international /

ED ની કાર્યવાહી વચ્ચે PM મોદીને મળ્યા શરદ પવાર, લગભગ 20 મિનિટ સુધી ચાલી મિટિંગ

ED ની કાર્યવાહી વચ્ચે PM મોદીને મળ્યા શરદ પવાર, લગભગ 20 મિનિટ સુધી ચાલી મિટિંગ

PM મોદીને મળ્યા શરદ પવાર (ફાઇલ ફોટો)

Sharad Pawar meets PM modi: પીએમ મોદી અને શરદ પવારની આ મુલાકાત પછી રાજનીતિમાં ઘણી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે

    નવી દિલ્હી : એનસીપી નેતા શરદ પવારે (Sharad Pawar)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત પછી રાજનીતિમાં ઘણી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે બન્ને નેતાઓ વચ્ચે લગભગ 20 મિનિટ સુધી પ્રધાનમંત્રી કાર્યાલયમાં વાતચીત થઇ હતી. એક તરફ મહારાષ્ટ્રમાં શિવસેના નેતા સંજય રાઉત સહિત ઘણા અન્ય નેતાઓ અને તેમના સંબંધીઓ પર ઇડીની રેડ ચાલી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના પ્રમુખ સ્તંભ શરદ પવાર પીએમ મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. સૂત્રોના મતે એનસીપી (NCP)નેતાએ ઇડી વાળા મુદ્દે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી છે.

    મુલાકાત પર અજીત પવારે આપ્યો આવો જવાબ

    આ મામલે શરદ પવારના ભત્રીજા અજીત પવારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ વિશે તેમને કોઇ જાણકારી નથી. દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય પાર્ટીના નેતા વિકાસ માટે મુલાકાત કરી શકે છે. અજીત પવારે કહ્યું કે સંસદ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા છે જેના પર ચર્ચા કરવાની જરૂર છે.

    આ પણ વાંચો - કૉંગ્રેસથી લઇને વિવિધ યોજનાઓ સુધી, જાણો PM મોદીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો

    કેન્દ્રીય એજન્સીઓની રેઇડ વચ્ચે મુલાકાત

    ઉલ્લેખનીય છે કે શિવસેના અને એનસીપી નેતા કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો દુરપયોગ કરીને વિપક્ષના નેતાઓને પરેશાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આજે સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખની અટકાયત કરી છે. આ પહેલા મંગળવારે ઇડીએ શિવસેના નેતા સંજય રાઉતની પત્ની અને તેમના બે સહયોગીઓ પર મની લોન્ડ્રીંગના આરોપમાં 11.15 કરોડની સંપત્તિ સીઝ કરી છે. આ બધા વચ્ચે શરદ પવારની પીએમ મોદી સાથે મુલાકાતનો શો મતલબ છે તેના પર વિશ્લેષક મંથન કરી રહ્યા છે.

    રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મુલાકાતનો શું મતલબ

    એનસીપીના નેતા અને મંત્રી જયંત પાટિલે જણાવ્યું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદ માટે 12 નામ રાજ્યપાલ પાસે અટકેલા છે. બની શકે કે પવાર આ મુદ્દા પર પીએમ મોદી સાથે મુલાકાત કરવા ગયા હોય. તેમણે કહ્યું કે રાજ્યપાલ રાજ્યમાં કેન્દ્રના પ્રતિનિધિ હોય છે અને તેમની પાસે વિધાન પરિષદ માટે મનોમીત થનાર 12 નામોની યાદી અટકી પડી છે. આ પહેલા મંગળવારે સાંજે શરદ પવારે પોતાના નિવાસસ્થાન પર એમએલએ અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. શરદ પવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ મુલાકાતના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sharad Pawar, પીએમ મોદી

    આગામી સમાચાર