Home /News /national-international /શરદ પવારની સચિન તેંડુલકરને સલાહ- બીજા વિષયો પર ટ્વીટ કરતી વખતે સાવધાની રાખો

શરદ પવારની સચિન તેંડુલકરને સલાહ- બીજા વિષયો પર ટ્વીટ કરતી વખતે સાવધાની રાખો

સચિન તેંડુલકર અને લતા મંગેશકરની પ્રતિષ્ઠાને કેન્દ્ર સરકાર દાવ પર ન લગાવે - રાજ ઠાકરે

સચિન તેંડુલકર અને લતા મંગેશકરની પ્રતિષ્ઠાને કેન્દ્ર સરકાર દાવ પર ન લગાવે - રાજ ઠાકરે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા (New Farm Law)ની વિરુદ્ધ વિદેશી હસ્તીઓના ટ્વીટના જવાબમાં એકતાની વાત કરતાં ટ્વીટ કરનારા ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને મિશ્રિત પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ક્રમમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) એ પ્રતિક્રિયા આપતા શનિવારે કહ્યું કે ભારતીય સેલિબ્રિટીઝના સ્ટેન્ડને લઈને લોકોએ અલગ-અલગ વાતો કહી છે. મારી સચિન તેંડુલકરને સલાહ છે કે બીજા ક્ષેત્રના વિષયો પર ટ્વીટ (Tweet) કરતી વખતે સતર્કતા રાખે.

પવાર ઉપરાંત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)એ શનિવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારને આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરનારી વિદેશી હસ્તીઓ પર વળતો હુમલો કરવા માટે ચલવવામાં આવેલા પોતાના અભિયાનમાં લતા મંગેશકર અને સચિન તેંડુલકરને નહોતા ઉતારવા જોઈતા હતા. એવામાં આ હસ્તીઓને પણ સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો, આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો

‘સચિન અને લતા મંગેશકરની પ્રતિષ્ઠાને દાવ પર ન લગાવે કેન્દ્ર’

તેઓએ કહ્યું કે, જો અમેરિકાની ગાયિકા રિહાના (Rihanaa) અને અન્ય હસ્તીઓના નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સર્મથન કરવું એ ભારતના આંતરિક મામલામાં દખલ દેવું જેવું હતું, તો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારા પણ પરેશાની ભરેલા હતા. રાજ ઠાકરેએ કહ્યું કે, કેન્દ્રએ લતા મંગેશકર (Lata Mangeshkar) અને સચિન તેંડુલકરને તેમના વલણના સમર્થનમાં ટ્વીટ કરવા માટે નહોતું કહેવું જોઈતું અને તેમની પ્રતિષ્ઠાને દાવ પર નહોતી લગાવવી જોઈતી હતી. હવે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડશે. તેઓએ આરોપ લગાવ્યો કે સરકારને પોતાના અભિયાન માટે અક્ષય કુમાર જેવા અભિનેતાઓનો ઉપયોગ કરવા સુધી સીમિત રહેવું જોઈએ.

આ પણ વાંચો, અફોર્ડેબલ હાઉસિંગ: 45 લાખ રૂપિયા સુધીના ઘરની શોધ કરતા લોકો માટે પહેલીવાર સારા સમાચાર
" isDesktop="true" id="1070084" >

ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારતીય સંપ્રભુતાથી કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં થાય અને વિદેશી તાકાતો તેનાથી દૂર રહે. તેંડુલકરે કહ્યું કે, ભારતના આંતરિક મામલામાં વિદેશી તાકાતોની ભૂમિકા દર્શક સુધી જ સીમિત છે ન કે હિસ્સેદારની. તેઓએ દેશવાસીઓને એકજૂથ રહેવાની પણ અપીલ કરી.
First published:

Tags: Farmers Protest, Lata Mangeshkar, Maharashtra, Raj Thackeray, Sharad Pawar, Social media, સચિન તેંડુલકર