Home /News /national-international /

CBSE-NCERTના આ નિર્ણયથી મોંઘા પુસ્તકો ખરીદવા મજબૂર બન્યા વાલીઓ

CBSE-NCERTના આ નિર્ણયથી મોંઘા પુસ્તકો ખરીદવા મજબૂર બન્યા વાલીઓ

    પ્રાઈવેટ અને સરકારી મળીને દેશમાં લગભગ 20 હજાર પબ્લિક શાળાઓ છે. અહી 2 કરોડથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બધી જ શાળાઓને સીબીએસઈથી માન્યતા પ્રાપ્ત થયેલી છે. નિયમાનુસાર કેન્દ્રીય બોર્ડ હોવાના કારણે કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશ માનવા પડે છે. જોકે, એવું થઈ રહ્યું નથી. પ્રાઈવેટ શાળાઓ સતત કેન્દ્ર સરકારના નિર્દેશોનું ઉલ્લંઘન કરી રહી છે.

    કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશના ઉલ્લંઘનમાં સીબીએસઈ પણ પાછળ નથી. આનો જ ફાયદો એનસીઈઆરટી ઉઠાવી રહી છે. તે માટે એનસીઈઆરટીએ 20 હજાર શાળાઓમાં અભ્યાસ કરનાર લગભગ 2 કરોડથી વધારે વિદ્યાર્થીઓ માટે આ વર્ષે માત્ર 06 કરોડ પુસ્તકો છાપી છે. જેનું પરિણામ તે આવ્યું કે, 20 હજાર શાળાઓમાંથી લગભગ 06 હજાર શાળાઓને જ એનસીઈઆરટીની પુસ્તકો મળી શકી અને બાકીની શાળાઓમાં પ્રાઈવેટ પબ્લિશર્સની મોંઘી-મોંઘી પુસ્તકોથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

    ખાસ વાત તો તે છે કે 06 હજાર શાળોઓની અંદર 1183 કેન્દ્રીય વિદ્યાલય, 598 જવાહર નવોદય વિદ્યાલય અને 90 વહીવટી શાળાઓ પણ સામવેશ થાય છે. આમાં સિક્કિમ અને તિબ્બતની શાળાઓ પણ છે. જો આ શાળાઓમાં વિદ્યાર્થીઓની વાત કરીએ તો લગભગ 17 લાખ બાળકો અભ્યાસ કરે છે.

    એચઆરડી મંત્રાલયનો છે આદેશ, માત્ર એનસીઈઆરટી પુસ્તકોથી કરાવો અભ્યાસ

    તમામ વાલી સંગઠનોની માંગ પછી 2017માં એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે સીબીએસઈ અને એનસીઈઆરટીને નિર્દેશ આપતો એક પત્ર આપ્યો હતો. આ પત્રમાં સીબીએસઈને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, આવનારા સત્રમાં બધી જ પ્રાઈવેટ શાળાઓમાં પણ એનસીઈઆરટીની પુસ્તકોથી અભ્યાસ કરાવવામાં આવે. જરૂરતના હિસાબથી પુસ્તકો છાપવા માટે એચઆરડી તરફથી એનસીઈઆરટીને પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.

    માત્ર 9 થી 12 ધોરણ સુધી પુસ્તકો લે છે પ્રાઈવેટ શાળાઓ

    સીબીએસઈના રિસોર્સ પર્સન જગદીશ શર્મા જણાવે છે કે, પ્રાઈવેટ શાળાઓ એનસીઈઆરટી પાસેથી માત્ર ધોરણ 9થી 12 સુધીના પુસ્તકો ખરીદે છે. તેની પાછળનું ખાસ કારણ તે છે કે, ધોરણ 10 અને 12માંની પરીક્ષાઓ સીબીએસઈ કરાવે છે. પરીક્ષા માટે પ્રશ્ન પત્ર એનસીઈઆરટીની પુસ્તકમાંથી સેટ કરવામાં આવે છે. આથી બોર્ડ પરીક્ષામાં પશ્ન એનસીઈઆરટીની પુસ્તકોમાંથી આવશે તો પ્રાઈવેટ પ્રબ્લિશર્સની મોંઘી પુસ્તકોની જગ્યાએ ધોરણ 9થી 12 સુધી એનસીઈઆરટીની પુસ્તકોથી અભ્યાસ કરાવવો એક મજબૂરી બની જાય છે.



    ન્યૂઝ18 હિન્દીને શું કહ્યું એચઆરડી મંત્રીએ

    માનવ સંસાધન વિકાટ રાજ્યમંત્રી ડો. સત્યપાલ સિંહનું કહેવું છે કે, 'એવું નથી કે, એનસીઈઆરટી પુસ્તકો છાપવા માંગતુ નથી. જો અમને પ્રાઈવેટ શાળાના સંચાલકો પોતાની શાળાઓ માટે પુસ્તકના ઓર્ડર જ આપી રહ્યાં નથી તો અમે ઓર્ડર વગર પુસ્તક કેવી રીતે છાપી શકીએ છીએ. આ કારણે જ અમે શાળાઓમાં પુરતા પ્રમાણમાં પુસ્તકો પૂરી પાડી શકાય તે માટે શાળઓને ડાયરેક ડિમાન્ડ મોકલવાનું કહેવામાં આવ્યું હતું. ડિમાન્ડ ઓનલાઈન પોર્ટલ માધ્યમથી મોકલવાની હતી. આ પ્રક્રિય 9 ઓગસ્ટ 2017થી શરૂ થઈ ગઈ હતી, જે ડિસેમ્બર 2017 સુધી ચાલી '

    એનસીઈઆરટીની પુસ્તકોથી અભ્યાસ ન કરાવવા પર જઈ શકે છે માન્યતા

    એચઆરડી તરફથી આદેશ મળ્યા બાદ સીબીએસઈ પણ પ્રાઈવેટ શાળાઓ સંચાલકોને પત્ર મોકલીને માહિતી આપી ચૂક્યું છે કે, શાળાઓમાં માત્ર એનસીઈઆરટીની પુસ્તકો દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવે, પરંતુ આવું થઈ રહ્યું નથી. વાલી સંગઠન એનએસપીએસઆરના અધ્યક્ષ આરીફ ખાન જણાવે છે કે, "જ્યારે સીબીએસઈનો આદેશ હોવા છતા પ્રાઈવેટ શાળોઓમાં એનસીઈઆરટીની પુસ્તકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો નથી, તો સીબીએસઈને અધિકાર છે કે તે શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે અને તેની માન્યતા રદ્દ કરે પરંતુ આવું થઈ રહ્યું નથી." જ્યારે ન્યૂઝ18 હિન્દીએ સીબીએસઈ પાસેથી કાર્યવાહી વિશે જાણવા પ્રયત્ન કર્યો તો ઈમેલ પર મોકલવામાં આવેલ પ્રશ્નનો એકપણ જવાબ સીબીએસઈ તરફથી આપવામાં આવ્યા નહતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CBSE, National news, NCERT, Private school, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन