નવી દિલ્હી : મોબાઈલનો (mobile)ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. મોબાઈલ ગરમ થવો એ લોકો માટે એક સામાન્ય બાબત છે. પણ મોબાઈલ ગરમ થવાની વાત કેટલી મોટી થઈ શકે છે તેનું ઉદાહરણ આપતો એક કેસ તાજેતરમાં સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ જાણીતી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ઓનલાઈન મોબાઈલ ખરીદ્યો (mobile ordered online)પરંતુ મોબાઈલ ખરીદવાના થોડા જ દિવસ બાદ મોબાઈલ ગરમ થઈ જતો હોવાની ફરિયાદ ઉભી થઈ હતી. આ પ્રકારની ફરિયાદ મોટાભાગના લોકો માટે કોઈ ખાસ મુદ્દો હોતી નથી. પણ અહીં આ કિસ્સામાં ગ્રાહકે મોબાઈલ કંપની (company)પર જ ખોટા અને ભ્રામક પ્રચાર કરતા હોવાનો આરોપ મૂકી ગ્રાહક નિવારણ કમિશનમાં 743 કરોડ રૂપિયાનો કેસ કર્યો હતો. જો કે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે (NCDRC)આ મામલે સુનાવણીમાં નુક્સાનના વળતરની અરજી ફગાવી દીધી હતી.
દિલ્હીના ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તેણે 23 ફેબ્રુઆરી, 2016ના રોજ કંપનીની વેબસાઇટ પરથી મોબાઇલ ફોન ખરીદ્યો હતો. પરંતુ થોડા દિવસો પછી ફોન ગરમ થવા લાગ્યો અને આ જ કારણે તેને ફોન રિટર્ન કરવાની ફરજ પડી હતી. જોકે કંપની દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવી હતી કે, કંપનીએ ફોનના ઓર્ડરના 16 દિવસ પહેલા જ રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યા છે જેથી તે પોતાના ફોનનું ફ્રીમાં રિપ્લેસમેન્ટ કરી શકે છે પણ આ ફોનના પૈસા તેને પરત મળશે નહી. આ બાદ મોબાઈલ ખરીદનાર વ્યક્તિએ કંપની પર આરોપ લગાવતા ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી.
ફરિયાદીએ જણાવ્યું કે, ફોન પરત કરવાનો વિકલ્પ તેના બિલમાં આપવામાં આવ્યો હતો. આ સાથે જ ઓર્ડર લિસ્ટમાં પણ તે સામેલ હતો. તેણે આરોપ લગાવ્યો કે, કંપનીએ પોતાની રિટર્ન પોલિસીમાં ભ્રામક પ્રચાર અને વેપારના અયોગ્ય નિયમોને આધારે અસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે. ફરિયાદીએ રૂ. 9,119નું વળતર તેમજ કેસ અને પરિવહન ખર્ચ માટે 1 લાખ તેમજ 743 કરોડ રૂપિયાના શિક્ષાત્મક નુકસાનની માંગ કરી હતી, ફરિયાદીએ અનેક ગ્રાહકોનું પ્રતિનિધિત્વ કરવા માટે કોર્ટની પરવાનગી પણ માંગી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, કંપનીએ મોટી સંખ્યામાં ગ્રાહકોને છેતરવા માટે રૂ.743.9 કરોડનો ખર્ચ કરી ઈઝી રિટર્ન પોલિસીની જાહેરાત કરી હતી. જેથી કંપનીને શિક્ષાત્મક દંડ ફટકારવો જોઈએ. NCDRCના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આરકે અગ્રવાલ અને સભ્ય એસએમ કાંતિકરે અરજી ફગાવતા કહ્યું કે અમારું માનવું છે કે ફરિયાદી દ્વારા સમાન ગ્રાહકો વતી સંયુક્ત ફરિયાદ તરીકેની ફરિયાદ વિચારને યોગ્ય નથી. તે ફગાવવા યોગ્ય છે.
આયોગે વધુમાં કહ્યું કે ઈ-કોમર્સ કંપનીએ પોતાની રિટર્ન પોલિસીમાં થયેલા ફેરફારો અખબાર અને ઓનલાઈન પોર્ટલોમાં અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં પણ પ્રકાશિત કર્યા હતા. જ્યાં સુધી બિલ પર દેખાઈ રહેલા ઓપ્શનનો સવાલ છે, તો પોલિસીમાં થયેલા ફેરફારોથી ફોનની ખરીદીમાં માત્ર 16 જ દિવસનો અંતર હોવાને કારણે તેમાં બદલાવ શક્ય નહોતા. આ ભુલ સુધારવી જોઇએ. 22 સપ્ટેમ્બરના પોતાના આદેશમાં બેંચએ કહ્યું કે, આ પરિસ્થિતિઓમાં કેસ શિક્ષાત્મક વળતર આપવા યોગ્ય નથી સાથે જ આર્થિક અધિકારક્ષેત્રના અભાવમાં ફરિયાદને રદ કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર