'હું દલિત, મારા પૂર્વજો હિન્દુ, તો પુત્ર કેવી રીતે મુસ્લિમ થઈ ગયો': સમીર વાનખેડેના પિતા

સમીર વાનખેડેના પિતા

mumbai news: એનસીબીના અધિકારી (NCB officer) સમીર વાનખેડેના (Samir Wankhede) પિતાએ કહ્યું છે કે, અમારા પૂર્વજો હિન્દુ હતા, તો પુત્ર મુસ્લિમ (muslim) કેવી રીતે હોઈ શકે?

 • Share this:
  મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેના (NCB officer sameer wankhede) ધર્મ અંગે ચાલી રહેલી ચર્ચાનો (Controversy over Sameer Wankhede's religion) સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ (dnyandev wankhed) જવાબ આપ્યો છે. બુધવારે તેમણે કહ્યું કે, હું પોતે દલિત છુ. અમે બઘા જ છીએ, મારા દાદા-પરદાદા હિન્દુ હતા, તો પુત્ર મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? તે તેમણે સમજવુ જોઈએ. તેમણે પોતાના નામની સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કે, તેનું નામ 'દાઉદ' નથી. એનસીપી નેતા નવાબ મલિકે દાવો (NCP leader Nawab Malik claims) કર્યો હતો કે, એનસીબી અધિકારીનું સાચું નામ 'સમીર દાઉદ વાનખેડે' છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં સમીર વાનખેડેના પિતાએ કહ્યું હતું કે 'હું પોતે દલિત છું... અમે બધા છીએ, મારા દાદા અને પરદાદા હિન્દુ હતા... મારો દીકરો મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? તેમણે આ સમજવું જોઈએ."એનસીપી નેતા મલિકે વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્રો બનાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં તેમણે દાવો કર્યો છે કે જો તેઓ ખોટા સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે.

  શું કીઘુ સમીર વાનખેડે
  એનસીબીના અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હું જન્મથી હિન્દુ છું અને દલિત પરિવારમાંથી આવું છું. હું આજે પણ હિન્દુ છું. મેં ક્યારેય કોઈ પણ પ્રકારનું રૂપાંતર કર્યું નથી. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને મને તેના પર ગર્વ છે."

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

  તેમણે કહ્યું, "મારા પિતા હિન્દુ છે અને મારી માતા મુસ્લિમ હતી. હું બંનેને પ્રેમ કરું છું. મારી માતા ઇચ્છતી હતી કે હું લગ્ન માટે મુસ્લિમ રિવાજોનું પાલન કરું. પરંતુ તે જ મહિને મારા લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધાયેલા હતા... કારણ કે જ્યારે બે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરે છે ત્યારે આ લગ્ન આ કાયદા હેઠળ નોંધાય છે.'

  આ પણ વાંચોઃ-મુંબઈઃ બે કિલો Gold સાથે મુસાફર ઝડપાયો, સોનું સંતાડવાની રીત જોઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા

  તેમણે ઉમેર્યું હતું કે, 'પાછળથી અમારા કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ મેં બીજો ધર્મ બદલ્યો હોય તો... નવાબ મલિકે પ્રમાણપત્ર બતાવવું જોઈએ. મારા પિતા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સર્ટિફિકેટ બતાવશે."

  આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

  નવાબ મલિકે કર્યું ટ્વીટ
  બુધવારે મલિકે સમીર વાનખેડેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, 'સુંદર કપલ સમીર દાઉદ વાનખેડે અને ડૉ.શબાના કુરેશીનો ફોટો.' ત્યારબાદ તેણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે ,'સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશીના આ પહેલા લગ્નનુ નિકાહનામુ છે.'
  Published by:ankit patel
  First published: