Home /News /national-international /નક્સલવાદીઓએ કેમ તેના જ બે સાથીદારોની ભર બજારમાં હત્યા કરી ?

નક્સલવાદીઓએ કેમ તેના જ બે સાથીદારોની ભર બજારમાં હત્યા કરી ?

સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનો (ફાઇલ ફોટો)

સાથીદારોની નિર્મમ હત્યા કર્યા પછી નક્સલવાદીઓએ બંનેના શબને પોલીસ સ્ટેશન નજીક રઝળતા મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.

દેશનાં ઘણા ભાગોમાં નક્સલવાદીઓ અને માઓવાદીએ હિંસક હુમલાઓ કરી સામાન્ય અને સુરક્ષાદળોની ઉંધ હરામ કરી મૂકી છે પણ એક સમાચાર એવા આવ્યા કે, નક્સલવાદીઓએ પોતે જ પોતાના બે સાથીદારોને ફૂંકી માર્યા છે.

આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, છત્તિસગઢનાં બસ્તર જિલ્લાની આસપાસ આવેલા વિસ્તારમાં નક્સલવાદીઓએ તેમના બે સાથીદારોને મારી નાંખ્યા હતા. કેમ કે, તેમને એવી શંકા હતી કે, તેઓ પોલીસનાં બાતમીદારો છે અને નક્સલવાદીઓની બાતમી પોલીસને આપે છે.

મરણ જનાર વ્યક્તિઓમાં જલ્લુ અને ભીમાનો સમાવેશ થાય છે. આ બંને વ્યક્તિ નક્સલવાદીઓ સાથે જોડાયેલા હતા પણ બે વર્ષ પહેલા તેમણે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.  પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નક્સલવાદી પ્રવૃતિ છોડ્યા પછી એ બંને જણા પોલીસનાં બાતમીદારો બન્યા હતા અને બસ્તર વિસ્તારમાં નક્સલીઓની હિલચાલની માહિતી આપતા હતા.

આ દરમિયાન મંગળવારે આ બંને જણા પાખનર ગામમાં ભરાતા બજારમાં ગયા હતા જ્યાં નક્સલવાદીઓએ તિક્ષ્ણ હથિયારોથી તેમને રહેંશી નાંખ્યા હતા.

નિર્મમ હત્યા કર્યા પછી નક્સલવાદીઓએ બંનેના શબને પોલીસ સ્ટેશન નજીક રઝળતા મૂકી ભાગી છૂટ્યા હતા.

પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંનેનાં મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા હતા. બે લોકોની હત્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
First published:

Tags: Chattishgarh, Naxalites, હત્યા