Home /News /national-international /છત્તીસગઢ: બસ્તરમાં વોટિંગ પહેલા જ મોટો નક્સલી હુમલો, ઘર્ષણ ચાલુ

છત્તીસગઢ: બસ્તરમાં વોટિંગ પહેલા જ મોટો નક્સલી હુમલો, ઘર્ષણ ચાલુ

ભારતીય સેનાના જવાન (ફાઈલ ફોટો)

નક્સલીઓએ કાંકેર અને બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ કર્યા છે.

    છત્તીસગઢના બસ્તરમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા જ નક્સલીઓએ મોટા હુમલાને અંજામ આપ્યું છે. અહીં નક્સલીઓએ કાંકેર અને બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ કર્યા છે. જેમાં એક જવાન ઘાયલ થયો છે. હાલમાં નક્સલીઓ અને જવાનો વચ્ચે ઘર્ષણ ચાલુ છે.

    એન્ટી નક્સલી ઓપરેશનના સ્પેશ્યિલ ડીજી અવસ્થીએ જણાવ્યું છે કે, કાંકેરના કોયલીબેડા વિસ્તારમાં નક્સલીઓએ બીએસએફની એરિયા ડોમિનેશન ટીમને નિશાન બનાવી એક બાદ એક બે આઈઈડી બ્લાસ્ટ કર્યા. બ્લાસ્ટ બાદ નક્સલીઓએ જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે.

    અવસ્થીએ જણાવ્યું કે, શરૂઆતની જાણકારી હતી કે, નક્સલીઓએ કાંકેરમાં એક બાદ એક 6 આઈઈડી બ્લાસ્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, આ હુમલામાં બીએસએફ જવાન મહેન્દર સિંહ ઘાયલ થયા છે, જવાનના ગળાના ભાગમાં ગોળી વાગી છે.

    જ્યારે બસ્તરના બીજાપુર જીલ્લાના બેદરે વિસ્તારમાં છત્તીસગઢ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ હોવાની જાણકારી મળી રહી છે. અહીં બે નક્સલીઓની ડેડ બોડી અને બે રાયફલ પણ કબજે કરવામાં આવી છે.

    આ ઘટનાઓ બાદ પોલીસ અને સુરક્ષાદળોએ સંવેદનશિલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

    તમને જણાવી દઈએ કે, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની 18 સીટો માટે સોમવારે વોટિંગ થવાનું છે. આમાંથી 12 સીટો બસ્તર વિસ્તારની છે.

    ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ પોલીસે નક્સલીઓના મોટા ષડયંત્રને પર્દાફાશ કર્યો હતું. બસ્તરના અંદરના વિસ્તારમાં પોલીસ અને કેન્દ્રીય દળના સંયુક્ત અભિયાનમાં 250તી વધારે સ્થાનો પર આઈઈડી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તે સમયે આઈઈડી લગાવી રહેલા કેટલાક નક્સલીઓની ધરપકડ પણ કરી હતી.

    સ્પેશ્યલ ડીજી નક્સલ ઓપરેશન ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મક્સલીઓનું મુખ્ય હથિયાર આઈઈડી છે, તેને લઈ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુકમા, બીજાપુર અને દંતેવાડામાં ચાલી રહેલા સઘન ચેકિંગમાં વધુ સફળતા મળવાની આશા છે. આ સાથે બસ્તરના તમામ એસપીને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, હાટ-બજારમાં સર્ચ ઓપરેશન કરે. આઈઈડીની શોધ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જંગલોમાં ઉતારવામાં આવ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Assembly polls, Chhattisgarh, એન્કાઉન્ટર, નક્સલ, ભારતીય સેના, હુમલો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन