અયોગ્ય ગણાવાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે એકાઉન્ટબિલિટી કોર્ટમાં મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, મુશર્રફ સામે કેસ શરૂ કરવાના કારણે તેમના સામે ભ્રષ્ટાચારનો કેસ શરૂ કરવામાં આવ્યો છે. શરીફે નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરો સામે એકાઉન્ટબિલિટી કોર્ટમાં કહ્યું હતું કે, સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફ સામે રાજદ્રોહનો કેસ શરૂ કરવાના કારણે તેમના પર ભ્રષ્ટ્રાચારનો કેસ લગાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મુશર્રફ સામે રાજદ્રોહનો કેસ શરૂ કરવાના કારણે તેમને આ સજા મળી રહી છે.
નવાઝ અને તેમના પરિવારના સભ્યોને 28 જુલાઇ, 2017 પનામા પેપર કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત એનએબી દ્વારા દાખલ એવન્યુફિલ્ડ પ્રોપર્ટીઝ, અલ-અજીજિયા સ્ટીલ મિલ્સ અને ફ્ગેલશિપ ઇન્વેસ્ટમેન્ટ કંપની સંબંધિત ત્રણ કેસમાં સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના અંગ્રેજી સમાચાર પત્ર પ્રમાણે પાકિસ્તાન મુસ્લિમ લીગના સુપ્રીમો નવાઝ શરીફને કહેવામાં આવ્યું છે કે, ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 342 અંતર્ગત એવન્યુફિલ્ડ કેસમાં પોતાનું અંતિમ નિવેદન નોંધાવે.
નવાઝે દાવો કર્યો છે કે, ઇન્ટેલિજન્સ એજન્સીના હેડે તેમને કહ્યું હતું કે, રાજીનામું આપો અથવા લાંબી રજાઓ ઉપર ચાલ્યા જાય. નવાઝે એ પણ કહ્યું હતું કે, આવી ધમકીઓ, કોઇપણ એજન્સીના હેડ દ્વારા રાષ્ટ્રાધ્યક્ષને કોઇપણ દુનિયામાં નથી આપવામાં આવતી. તહરીક-એ-ઇન્સાફ અને પાકિસ્તાન આવામી તહરીક બંને તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
નવાજે કહ્યું કે, રાજદ્રોહનો કેસ દાખલ થયા પહેલા ઇમરાન ખાનને મળ્યા હતા. તેમણે કોઇપણ રાજીનામાની વાત નથી કરી. પરંતુ મુશર્રફ સામ કેસ દાખલ થયા બાદ આશ્ચર્યની વાત છે કે, લંડનમાં તાહિરુલ કાદરીને મળ્યા જ્યાં તેઓ મારી સરકાર વિરુદ્ધ બેસવાનો નિર્ણય કર્યો છે. શરીફે સશસ્ત્ર દળોના બલિદાનના વખાણ કર્યા હતા. અને કહ્યું હતું કે, સશસ્ત્ર દળોને કોઇ એકની ભુલના કારણે આખી સંસ્થાને તેની કિંમત ચુકવવી પડે છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર