બિહારના કેટલાક ભાગોમાં સોમવારે મોડી સાંજે ભારે વાવાઝોડા વચ્ચે વરસાદ થયો હતો. એક તરફ ભારે ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ ભારે નુકસાનના સમાચાર પણ સામે આવ્યા હતા. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 16 લોકોનાં મોત થયા છે.
બિહારના ઔરંગાબાદના દાઉદનગર, પૌથુ, રફીગંઝ અને બંદેયા થાના વિસ્તારોમાં વીજળી પડવાના કારણે 5 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ મહિલા, એક યુવતી અને યુવક છે. ગયા અને કટિહારમાં 3-3, મુંગેર અને નવાદામાં 2-2 અને રોહતાસમાં 1નું મોત થયું છે.
રિપોર્ટ અનુસાર સોમવારે મોડી સાંજે પટના સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ થયો હતો. ભારે વાવાઝોડા અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજગીરમાં વાવાઝોડા અને વરસાદે મલમાસ મેળાને વેર વિખેર કરી નાખ્યો હતો. આ સાથે જ ઘણા પંડાલો પડી ગયા હતા. તો બીજી તરફ વીજળી પડતા 4 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તો આ તરફ બેગૂસરાયમાં વરસાદ શરૂ થતા પહેલા જ વીજળ પડતા વિનાશ સર્જાયો હતો. મુફસ્સિલ થાના વિસ્તારના રાજૌડા ગામમાં વીજળી પડતા 2 ઝુંપડીમાં આગ લાગી હતી. જેથી હજારો રૂપિયાનું નુકસાન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર