નવાબનો નવો ખુલાસોઃ 'કબૂલ હૈ, કબૂલ હૈ...આ શું કર્યું તમે સમીર દાઉદ વાનખેડે?

ટ્વિટ કરાયેલી તસવીર

નવાબ મલિકે નિકાહની તસવીર શેર કરતા ટ્વિટર પર લખ્યું- 'કબૂલ હૈ, કબૂલ હૈ...આ શું કર્યું તમે સમીર દાઉદ વાનખેડે?

 • Share this:
  મુંબઈ: માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટના (Bombay High court) ચુકાદા પહેલા NCP નેતા નવાબ મલિકે (Nawab Malik) વધુ એક ધડાકો કર્યો છે. તેણે NCB અધિકારી સમીર વાનખેડે () પર લાગેલા આરોપોને વધુ સમર્થન આપવા માટે ટ્વિટર પર વાનખેડેના (Sameer Wankhede) લગ્નનો ફોટો શેર કર્યો છે. નવાબ મલિકનો દાવો છે કે, આ ફોટો NCB ઓફિસર નવાબ મલિકના લગ્નનો છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો, તેણે કહ્યું હતું કે, સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે, તેનું પૂરું નામ સમીર દાઉદ વાનખેડે છે, પરંતુ તેણે ખોટી રીતે પોતાનો ધર્મ છુપાવીને અનામતનો લાભ લઇને નોકરી મેળવી છે.

  નવાબ મલિકે નિકાહની તસવીર શેર કરતા ટ્વિટર પર લખ્યું- 'કબૂલ હૈ, કબૂલ હૈ...આ શું કર્યું તમે સમીર દાઉદ વાનખેડે?

  નવાબ માલિક તરફથી કરવામાં આવેલી તસવીરમાં ટોપી પહેરીને બેઠેલો વ્યક્તિ (નવાબ માલિક મુજબ, સમીર વાનખેડે) કોઈ ડૉક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરતાં નજરે પડી રહ્યા છે. તે નિકાહનામું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  મલિકની પુત્રી પણ પિતાની સાથે

  નવાબ મલિક બાદ તેમની પુત્રી નિલોફર મલિક ખાને પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. એક દિવસ પહેલા તેણે સમીર વાનખેડેના લગ્નનું કાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર શેર કર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે, આ બંને દસ્તાવેજો સમીર વાનખેડે સાથે સંબંધિત છે. વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર દ્વારા નવાબ મલિક પર કરવામાં આવેલા હુમલા બાદ તેણે આ ખુલાસો કર્યો હતો.

  આ પણ વાંચો - IRCTC latest news: 1લી ડિસેમ્બરથી કેન્સલ થાય છે આ 12 ટ્રેન, મુસાફરીની યોજના બનાવતા પહેલાં લિસ્ટ અચૂક જોઈ લો

  બોમ્બે હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ

  નવાબ મલિક વિરુદ્ધ બદનક્ષીનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે બેથી ત્રણ વખત સુનાવણી થઈ ચૂકી છે. ખરેખર, નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે સામેના આરોપો બાદ વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે તેમણે પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જ્યારે હું જન્મજાત જ હિન્દુ છું અને દલિત પરિવારમાં જન્મ થયો હતો, ત્યારે મારો પુત્ર મુસ્લિમ કઇ રીતે હોઇ શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: