મેઘાલય: ખાણમાં નથી જઈ શકતા નેવી ડાઇવર્સ, પરિજનોએ કહ્યું- 'લાશ તો આપી દો'

મેઘાલયના જયંતિયા હિલ્સ જિલ્લામાં કોલસાની ખાણની પાસે બચાવ કાર્યની તૈયારી કરતા એનડીઆરએફના જવાન (ટીટીઆઈ ફોટો)

દુર્ઘટનામાં જીવતા બચેલા સાહિબ અલીએ કહ્યું કે ફસાયેલા મજૂરો જીવતા બહાર આવવાની શક્યતા નથી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: મેઘાલયની કોલસા ખાણમાં ફસાયેલા 15 મજૂરોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ મુશ્કેલી આવી રહી છે. ખાણમાં પાણીનું સ્તર ઓછું ન થવાના કારણે ઈન્ડિયન નેવીના ડાઇવર્સ, ઓડિશા ફાયરબ્રિગેડના બચાવકર્મી અને અન્ય બચાવકર્મી ખાણમાં પ્રવેશ નથી કરી શકતા. અહીં 13 ડિસેમ્બરથી 15 મજૂરો ફસાયેલા છે.

  જિલ્લા પોલીસ અધીક્ષક (એસપી) સિલ્વેસ્ટર નોન્ગટિંયરે કહ્યું કે ખાણથી પાણી કાઢવા માટે હાઈ પાવર પંપ અને અન્ય ઉપકરણ લગાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં હજુ થોડા વધુ સમય લાગશે. ઈન્ડિયન નેવી અને એનડીઆરએફની ટીમ શનિવારે ખાણની અંદર ઉતરી અને ત્યાં ભરાયેલા પાણીના સ્તરની માહિતી એકત્ર કરવામાં આવી.

  જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે મેન પાવર અને મશીનો સાથે જોડાયેલા ટેકનીકલ કારણોથી ઓપરેશનને શરૂ નથી કરી શકાયું. ડાઇવીંગના ખાસ સાધનો અને ઉપકરણોથી સજ્જ નેવીની 15 સભ્યોની ટીમ શનિવારે લુમથારી ગામમાં ઘટનાસ્થળે પહોંચી. વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે ઓડિશા ફાયરબ્રિગેડ અને ઇમરજન્સી સર્વિસીસ ખાણમાંથી પાણી કાઢવા માટે રવિવારે પોતાના 10 ખૂબ જ શક્તિશાળી પંપ આપશે.

  આ પણ વાંચો, મેઘાલય ખાણ દુર્ઘટના: જ્યારે તમે આ વાંચો રહ્યો હશો ત્યાં સુધી કદાચ તેઓ મરી ચૂક્યા હશે

  તેઓએ જણાવ્યું કે ધનબાદના ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સથી એક્સપર્ટસની એક ટીમ પણ શનિવારે અહીં પહોંચી. તેમની સાથે એક ખાણ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ બચાવનારા પંજાબથી એક્સપર્ટ જસવંત સિંહ ગિલ પણ અહીં પહોંચ્યા છે જે આ ઓપરેશનમાં મદદ કરશે. વહીવટીતંત્રના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે 370 ફુટ ઊંડી ખાણથી પાણી બહાર કાઢવાનું કામ હજુ શરૂ નથી થઈ શક્યું કારણ કે પંપનું સંચાલન જોઈ રહેલા ટેકનીકલ એક્સપર્ટ તેની તૈયારીમાં લાગેલા છે.

  એનડીઆરએફના કર્મી દુર્ઘટનાના એક દિવસ બાદ 14 ડિસેમ્બરથી ખાણમાં બચાવ કાર્યોમાં જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, પહાડીની ચોટી પર સ્થિત આ ખાણમાં 13 ડિસેમ્બરે પાણી ભરાઈ ગયું હતું, જ્યારે પાસની લિતેન નદીનું પાણી તેમાં ઘૂસી ગયું હતું. તેના કારણે 15 મજૂર અંદર જ ફસાઈ ગયા. આ દુર્ઘટનામાં જીવિત બચેલા એક માણસે શનિવારે કહ્યું કે ફસાયેલા મજૂરોને જીવતા બહાર કાઢવાની શક્યતા નહીંવત છે. ફસાયેલા સાત મજૂરોના પરિવારે પહેલા જ તેમના જીવતા બહાર આવવાની આશા છોડી દીધી છે અને અંતિમ સંસ્કાર માટે સરકારને તેમના શબ બહાર કાઢવા માટે આગ્રહ કર્યો છે.

  વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના મગુરમારી ગામના શોહર અલીના દીકરા, ભાઈ અને જમાઈ ખાણમાં ફસાયેલા છે. શોહર અલીએ કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ખાણમાં ફસાયેલા તેમના પરિવારના શબ મળી જાય જેથી તેમના અંતિમ સંસ્કાર કરી શકાય. તેઓએ કહ્યું કે ત્રણેયને 2000 રૂપિયા રોજની મજૂરીની લાલચ આપવામાં આવી હતી.

  આ દુર્ઘટનામાં જીવતા બચેલા આસામના ચિરાંગ જિલ્લાના સાહિબ અલીએ કહ્યું કે ફસાયેલા મજૂરો જીવતા બહાર આવવાની શક્યતા નથી. 13 ડિસેમ્બરની રાત યાદ કરતાં અલીએ કહ્યું કે, તમામ લોકોએ સવારે 5 વાગ્યે કામ શરૂ કર્યું. સવારે લગભગ 7 વાગ્યે ખાણ પાણીથી ભરાઈ ગઈ. હું 5-6 ફુટ અંદર હતો અને કાલસો બહાર લાવી રહ્યો હતો. મેં ખાણની અંદર એક વિચિત્ર પ્રકારની હવા મહેસૂસ કરી જે અસામાન્ય હતી. તેની સાથે જ ઝડપથી પાણી વહેવાનો અવાજ આવવા લાગ્યો.

  સાહિબ અલીએ કહ્યું કે, ખાણમાં પાણી ભરાઈ ગયું છે. ત્યાં ફસાયેલો કોઈ પણ માણસ જીવતો હોવાની આશા નથી. કારણ કે કોઈ માણસ આટલા સમય સુધી પાણીમાં શ્વાસ ન લઈ શકે.
  Published by:Mrunal Bhojak
  First published: