અશ્લીલ ફિલ્મો જોવાના શોખીન નેવી કમાન્ડરે પત્નીની નગ્ન તરવીરો વાયરલ કરી

News18 Gujarati
Updated: November 30, 2018, 7:47 AM IST
અશ્લીલ ફિલ્મો જોવાના શોખીન નેવી કમાન્ડરે પત્નીની નગ્ન તરવીરો વાયરલ કરી
પ્રતિકાત્મક તસવીર

કમાંડરે પોતાના મિત્રની પત્ની સહિત કેટલીક અન્ય મહિલાઓની તસવીરોને પણ એડિટ કરી નગ્ન બનાવી અને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધી

  • Share this:
પૂના પોલિસે ભારતીય નૌસેનાના એક એવા અધિકારીની ધરપકડ કરી છે, જેને અશ્લિલ ફિલ્મો જોવાની ખરાબ આદત હતી. નૌસેનામાં કમાંડરના પદ પર નોકરી કરતા વ્યક્તિ પર આરોપ છે કે, તેણે પોતાની જ પત્નીની નગ્ન તસવીરો ઈન્ટરનેટ પર અપલોડ કરી દીધી. આરોપીની પત્ની પણ આર્મીમાં કેપ્ટન રહી ચુકી છે. એટલું જ નહી કમાંડરે પોતાના મિત્રની પત્ની સહિત કેટલીક અન્ય મહિલાઓની તસવીરોને પણ એડિટ કરી નગ્ન બનાવી અને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધી. આરોપી હાલમાં દિલ્હીમાં પોસ્ટેડ છે.

આ મામલામાં આરોપીની પત્નીએ પૂના પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે, ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પત્નીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેના પતિને પોનોગ્રાફીની ખરાબ લત છે, જેનાથી તેનો પુરો પરિવાર ખુબ પરેશાન છે. પરિવારે આરોપી કમાંડરની આ ખરાબ આદતને છોડાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે અસપલ રહી.

પત્નીએ કહ્યું કે, તેના પતિ કોઈ પણ મહિલાની તસવીરને એડિટ કરી નગ્ન બનાવતા હતા અને બાદમાં ઈન્ટરનેટ પર અપલોડ કરી દેતા હતા. આ સિવાય કમાંડરની પત્નીએ જણાવ્યું કે, એક દિવસ મારા પતિના મિત્રએ જણાવ્યું કે, તમારા પતિનું અફેયર મિત્રની પત્ની સાથે છે. ત્યારબાદ મે તેમને આ અફેયર ખતમ કરવા કહ્યું, પરંતુ તે ન માન્યા. ત્યાાારબાદ તે દિલ્હીથી આવીને પૂના રહેવા લાગી. અહીં તેમે પારિવારિક અદાલતમાં છૂટાચેડાનો કેસ પણ નોંધાવ્યો છે. મારા સાસુ-સસરા પણ પતિની આ આદતથી પરેશાન છે.

આરોપીને બે બાળકો છે. એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં ઈન્સપેક્ટર (ક્રાઈમ) મહાદેવ કુમભરે જણાવ્યું કે, આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને નેવી પ્રાધિકરણને પત્ર લખીને કમાંડર સાથે પૂછતાછની મંજૂરી માંગવામાં આવી છે. કમાંડર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 509 હેટળ મામલો નોંધવામાં આવ્યો છે.
First published: November 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading