Home /News /national-international /

ત્રણ દિવસ સમુદ્રમાં ફસાયેલા નેવી કમાન્ડરને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત બહાર કઢાયા

ત્રણ દિવસ સમુદ્રમાં ફસાયેલા નેવી કમાન્ડરને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત બહાર કઢાયા

ફાઇલ તસવીર

ભારતીય નૌસેનાના અધિકારી અભિલાષ ટોમીને સોમવારે ફ્રાન્સના એક જહાજની મદદથી રેસ્ક્યુ કરવામાં આવશે.

    ભારતીય નૌસેનાના અધિકારી અભિલાષ ટોમીને સોમવારે ફ્રાન્સના એક જહાજની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અભિલાષ ટોમી ગોલ્ડેન ગ્લોબ રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. આ રેસ દરમિયાન દક્ષિમ હિન્દ મહાસાગમાં રસ્તામાં તોફાનના કારણે ઘાયલ થયા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમને ટ્વીટ કરીને કમાન્ડર ટોમીના જહાજને ભારતીય નૌસેનાના એરક્રાફ્ટે શોધી દીધું છે. નેવીના પ્રવક્તાએ સોમવારે તેમને સુરક્ષિત રેસ્ક્યૂ કરવાની માહિતી આપી હતી.

    રક્ષામંત્રીએ કહ્યું કે, આ મામલામાં વાઇસ એડમિરલ અજીત કુમાર પી સાથે વાત થઇ છે. આ રેસ્ક્યુ મિશનમાં ઓસ્ટ્રેલિયાઇ નેવી પણ મદદ કરી રહી છે. રક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના જહાજ તેમને બચાવવા માટે પર્થથી નીકળી ગયું છે. તેમણે કહ્યું કે નેવી કમાન્ડર અભઇલાષ ટોમીને કમરમાં ઇજાઓ પહોંચી છે. તેમને બચાવવાની દરેક સંભવ કોશિશ કરવામાં આવી રહી છે. શુક્રવારે તેમના જહાજને દક્ષિણ હિન્દ મહાસાગરમાં 14 મીટર ઊંચું મોજું ટકરાયું હતું.



    ટોમીનું જહાજ દક્ષિણ હિન્દ મહાસાગરમાં ભારે પવનના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે સમયે હવાઓની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક હતી. રેશની શરૂઆત 1 જુલાઇથી થઇ હતી. અભિલાષ સાડા દસ હજાર નોટિકલ માઇલનું અંતર નક્કી કરી ચૂક્યા હતા. અને ત્રીજા સ્થાન ઉપર હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Australian

    આગામી સમાચાર