Home /News /national-international /જેલમાં બંધ સિદ્ધૂની પત્નીને ગંભીર બીમારી, પતિને કેમ એવું લખ્યું... માફ કરજો, તમારી રાહ નહીં જોઈ શકું!
જેલમાં બંધ સિદ્ધૂની પત્નીને ગંભીર બીમારી, પતિને કેમ એવું લખ્યું... માફ કરજો, તમારી રાહ નહીં જોઈ શકું!
ફાઇલ તસવીર
Navjot Singh Sidhu: પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂની પત્નીને બીજા સ્ટેજનું કેન્સર હોવાનું જામણવા મળ્યું છે. પંજાબના પૂર્વ મંત્રી નવજોત કૌર સિદ્ધૂએ ટ્વીટ કરીને આ બીમારીની જાણકારી આપી છે.
ચંદીગઢઃ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂની પત્નીને બીજા સ્ટેજનું કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. પંજાબના પૂર્વ મંત્રી નવજોત કૌર સિદ્ધૂએ ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, નવજોત કૌરે પતિ નવજોત સિદ્ધૂને પત્ર લખીને કહ્યુ છે કે, ‘તે (નવજોત સિંહ સિદ્ધૂ) એક એવા ગુનામાં પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે જે તેમણે ક્યારેય કર્યો જ નથી. માફ કરી દેજો એ બધાને, જે આમાં સામેલ છે. જેલની બહાર દરરોજ તમારી રાહ જોવી એ મારા માટે વધુ દુઃખદાયક છે. હંમેશાની જેમ તમારું દર્દ વહેંચવાની કોશિશ કરું છું. જાણું છું કે આ બધું બહુ ખરાબ છે, પણ તેમાં સુધારો થઈ રહ્યો છે.’
ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધૂ આ સમયે પંજાબની પટિયાલા જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ પછી રોડરેજ કેસમાં તેઓ એક વર્ષની સજા ભોગવી રહ્યા છે. નવજોત કૌરે ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘તેમને બીજા સ્ટેજનું કેન્સર છે અને તેના માટે તે કોઈને દોષ નહીં આપી શકે, કારણ કે આ ભગવાનની મરજી છે.’
નવજોત કૌરે પત્રમાં લખ્યું છે કે, ‘વારંવાર તમે ન્યાય માટે ગયા, પરંતુ ક્યાંય ન્યાય મળ્યો નહીં અને હું તમારી રાહ જોતી રહી. સત્ય બહુ શક્તિશાળી હોય છે, પરંતુ એ દરવખતે તમારી પરીક્ષા લે છે. કળિયુગ છે. માફ કરજો, તમારી રાહ નહીં જોઈ શકતી, કારણ કે મને બીજા સ્ટેજનું કેન્સર છે. આજ સર્જરી છે. હું કોઈના પર દોષારોપણ નથી કરી રહી, કારણ કે આ ભગવાનની મરજી છે.’
આ પોસ્ટ પર કોંગ્રેસના પંજાબ પ્રદેશ અમરિંદર સિંહ રાજા વારિંગે તેમની સ્વસ્થતા માટે કામના કરી છે. અમરિંદર સિંહે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, ‘તમને સર્જરી કરાવવી પડશે તે સાંભળીને ઘણું દુઃખ થયું. પરંતુ, એ વાતનો આનંદ છે કે તમને ઝડપથી આ રોગની જાણકારી મળી ગઈ. ઇશ્વર તમને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના. વાહેગુરુ મહર કરાં’
નવજોત સિંહ સિદ્ધૂ 1988ના રોડ રેજ ડેથ કેસમાં એક સાલની સજા ભોગવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેઓ જેલમાં બંધ છે. તેમને 2018માં 1000 રૂપિયાની મામૂલી દંડની રકમ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર