કેપ્ટન સાથે તકરાર વચ્ચે નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા

નવજોત સિદ્ધુનિ ફાઈલ તસવીર

Punjab Congress: કેપ્ટન સાથે તકરાર વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસને તત્કાલ પ્રભાવથી બંજાબ પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લા ગણા સમયથી રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ચાલું તકરાર વચ્ચે કોંગ્રેસ આલાકમાને આ નિર્ણય લીધો છે.

 • Share this:
  પ્ટન સાથે તકરાર વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ (navjot singh sidhu) પંજાબ કોંગ્રેસને તત્કાલ પ્રભાવથી બંજાબ પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ નિયુક્ત (President of the Punjab Congress) કરવામાં આવ્યા છે. છેલ્લા ગણા સમયથી રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Capt Amarinder Singh) સાથે ચાલું તકરાર વચ્ચે કોંગ્રેસ આલાકમાને આ નિર્ણય લીધો છે. જાતિ સમીકરણને સંતુલન બનાવી રાખવા માટે કોંગ્રેસના સંગત સિંહ ગિલજિયા, સુખવિંદર સિંહ ડૈની, પવન ગોયલ, કુલજીત સિંહ નાગરાને પંજાબ એકમના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાવમાં આવ્યા છે. દલિત સિખ ડૈની, રાહુલ ગાંધીની પસંદ છે. જ્યારે સંગત સિંહ ઓબીસી છે, ગોયલ હિન્દુ છે અને નાગરા જાટ સિખ છે.

  સિદ્ધુને પાર્ટી અધ્યક્ષ બનાવાથી પહેલા કોંગ્રેસની પંજાબ એકમમાં બેઠકનો લાંબો દોર ચાલ્યો હતો. આ વચ્ચે પાર્ટીમાં અનેક વિરોધી સ્વર પણ ઉઠ્યા હતા. જેમાં સિદ્ધુને આ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં 11 ધારાસભ્યોએ રવિવારે મુંખ્યમંત્રી અમરિંદ સિંહના સમર્થનમાં આવીને તેમને જનતાનો સૌથી મોટો નેતા ગણાવ્યા હતા. પાર્ટી આલાકામાનને તેમને નિરાશ નહીં કરવાનો આગ્રહ કર્યો હતો.

  સિંહની સાથે ચાલું ટકરાવ વચ્ચે સિદ્ધુને (navjot singh sidhu)  રવિવારે પટિયાલા, ખન્ના અને જાલંધરમાં માર્ટીના ધારાસભ્યોની મુલાકાત કરી હતી જ્યાં તેમનું ગર્મજોશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધુએ સવારે પહેલા ધનૌરના ધારાસભ્ય મદન લાલ જલાલપુરથી તેમના આવાસ ઉપર મુલાકાત કરી હતી. જલાલપુરે આવાસ ઉપર કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવા, વિધાયક બરિંદરમીત સિંહ પાહરા અને દર્શન બરાડ પણ હાજર હતા. સિદ્ધુને (navjot singh sidhu) શૂતરાના ધારાસભ્ય વિસ્તારથી ધારાસભ્ય નિર્મલ સિંહની પણ મુલાકત લીધી હતી. બાદમાં તેમણે ખન્નાના ધારાસભ્ય ગુરકીરત સિંહ કોટલી અને પાયલના ધારાસભ્ય લખવીર સિંહ લાખાની પણ મુલાકત લીધી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  છેલ્લા ઘણા સમયથી બનેલી છે ટકરાવની સ્થિતિ
  2015માં તયેલી બેઅદબીના મામલામાં ન્યાયમાં મોડું થવાના પગલે સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ટકરાની સ્થિતિ બની હતી. બંને નેતાઓને તાજેતરમાં ચંડીગઢ અને પંજાબમાં અન્ય જગ્યાઓ ઉપર અનેક બેઠકો કરી છે. જેથી પાર્ટીમાં સુધાર પહેલા અંતિમ સમયની રણનીતિ તૈયાર કરી શકાય.

  સિદ્ધુ પંજાબમાં કેપ્ટનનો ઉત્તરાધિકારી બનવાનું લક્ષ્ય સાધી રહ્યો છે. જોકે, સીએમ અમરિંદરે અનેક મોકા ઉપર સિદ્ધુને (navjot singh sidhu)  પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ આપવાની સંભાવના ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પહેલા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું હતું કે જો સિદ્ધુને પ્રતિષ્ઠિત પદ આપવામાં આવ્યું તો પાર્ટી રાજ્યમાં વિભાજિત થઈ જશે.
  Published by:ankit patel
  First published: