Home /News /national-international /

સિદ્ધુના ટ્વિટથી પંજાબની રાજનીતિમાં નવો ટ્વિસ્ટ, કહ્યું- મારા વિઝનને AAPએ ઓળખ્યું

સિદ્ધુના ટ્વિટથી પંજાબની રાજનીતિમાં નવો ટ્વિસ્ટ, કહ્યું- મારા વિઝનને AAPએ ઓળખ્યું

સિદ્ધુના ટ્વિટથી પંજાબની રાજનીતિમાં નવો ટ્વિસ્ટ, કહ્યું- મારા વિઝનને AAPએ ઓળખ્યું

નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu)રાજ્યની અંદર મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ચાલી રહેલા મતભેદો વચ્ચે નવો દાવ ખેલ્યો

    ચંદીગઢ : પંજાબમાં ક્રિકેટરથી રાજનીતિજ્ઞ બનેલા પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu)રાજ્યની અંદર મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ચાલી રહેલા મતભેદો વચ્ચે નવો દાવ ખેલ્યો છે. આ વખતે સિદ્ધુએ આમ આદમી પાર્ટીના સાંસદ (Aam Aadmi Party)ભગવંત માનનો (Bhagwant Mann)એક વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો છે. જેમાં તે સિદ્ધુની પ્રશંસા કરી રહ્યા છે. સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું કે અમારી વિપક્ષી પાર્ટી આમ આદમીએ હંમેશા પંજાબ માટે મારા વિઝન અને કામને ઓળખ્યા છે. 2017 પહેલાની વાત હોય તો ડ્રગ્સ, ખેડૂતોના મુદ્દે, ભ્રષ્ટાચાર અને વીજળી સંકટનો સામનો પંજાબના લોકોએ કર્યો અને આ મુદ્દાને મારા દ્વારા ઉઠાવવામાં આવ્યો, આજે જેવું હું પંજાબ મોડલ રજુ કરું છું, આ સ્પષ્ટ છે કે તે (AAP)જાણે છે કે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

    આ વીડિયો અપલોડ કર્યા પછી સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસના નેતાઓને અસમંજસમાં મુકી દીધા છે. સાથે પાર્ટી હાઇકમાન્ડમાં પણ એક કન્ફ્યૂઝ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે પાર્ટી હાઇકમાન્ડ પંજાબની સ્થિતિનો ઉકેલ લાવવાની નજીક પહોંચી હતી. તે દરમિયાન સિદ્ધુએ સોશિયલ મીડિયામાં આ પ્રકારનો સંદેશ આપીને સમસ્યા વધારી દીધી છે.

    આ પણ વાંચો - અલકાયદા આંતકીઓ પાસે મળ્યા કાશી, મથુરાના નકશા, 3000 રૂપિયામાં તૈયાર કર્યા પ્રેશર કુકર બોમ્બ: ATS સૂત્ર

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ ધારાસભ્ય અમરિંદર સિંહ રાજા વડિંગે રાજ્યના વિત્તમંત્રી પર ગંભીર આરોપ લગાવી નવો વિવાદ ઉભો કર્યો છે. રાજા વડિંગે વિત્ત મંત્રી મનપ્રીત સિંહ બાદલ પર અકાલીઓને પૈસા વહેંચવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીને તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

    રાજા વડિંગે કહ્યું કે મનપ્રીત બાદલની કોંગ્રેસને કમજોર કરવાની અને અકાલી દળને મજબૂત કરવાની આ યોજના મહિનાથી ચાલી રહી છે. રાહુલ ગાંધીએ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા તેમનું રાજીનામું તાત્કાલિક લઇ લેવું જોઈએ. ફેસબુક પોસ્ટ પર તેમણે લખ્યું કે તેમને આ જાણીને દુખ થયું કે બાદલ અકાલીઓને 15 લાખ રૂપિયાનો ચેક આપી રહ્યા છે. તેમણે તસવીર પણ શેર કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Amarinder Singh, Bhagwant mann, Navjot Singh Sidhu, Punjab Assembly Election 2021, Twitter, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन