Home /News /national-international /

Navjot Singh Sidhu : જેલમાં કલાર્કની નોકરી કરશે નવજોત સિંહ સિદ્ધુ, જાણો કેટલું મળશે વેતન

Navjot Singh Sidhu : જેલમાં કલાર્કની નોકરી કરશે નવજોત સિંહ સિદ્ધુ, જાણો કેટલું મળશે વેતન

નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં (Patiala jail)પોતાની સજા ભોગવી રહ્યા છે

Navjot Singh Sidhu jail - મંગળવારથી જ સિદ્ધુએ જેલમાં પોતાનું કામ શરુ કરી દીધું છે, રિપોર્ટ્સ અનુસાર સિદ્ધુ બે શિફ્ટમાં આ કામ કરશે

ચંદીગઢ : નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)હાલ 34 વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં તેમને ક્લેરિકલ કામ માટે સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં (Patiala jail)પોતાની સજા ભોગવી રહ્યા છે. જેલ અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે મંગળવારથી જ સિદ્ધુએ જેલમાં પોતાનું કામ શરુ કરી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર સિદ્ધુ બે શિફ્ટમાં (Navjot Singh Sidhu work as clerk)આ કામ કરશે. જેમાં પહેલી શિફ્ટ સવારે 9થી બપોરના 12 સુધી અને બીજી બપોરના 3થી 5 સુધી હશે. જેલના નિયમો અનુસાર પ્રથમ ત્રણ મહિના સુધી કોઈપણ વેતન વિના ટ્રેનિંગ આપવામાં આવશે. જે બાદ તેમને અકુશળ, અર્ધ કુશળ અને કુશળ કેદીની શ્રેણીએ રાખવામાં આવશે.

જે બાદ કેટેગરીના આધારે તેમને 30થી 90 રૂપિયાની વચ્ચે પગાર મળી શકે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પંજાબ જેલના એક અધિકારીએ જણાવ્યું કે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ તેમની તબિયત સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખતા તેમને પેપર વર્કનું કામ આપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે તેઓ નોકરી કરતી વખતે જેલ રેકોર્ડ જાળવવામાં મદદ કરશે. મહત્વનું છે કે, મેડિકલ બોર્ડની ભલામણ પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નવજોત સિંહ સિદ્ધુને જેલમાં વિશેષ આહાર લેવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો - જમ્મુ કાશ્મીરમાં સેના એક્શનમાં, 2 દિવસમાં 6 આતંકીઓને કર્યા ઠાર

સિદ્ધુને છે લીવરની સમસ્યા

સિદ્ધુના વકીલ એચપીએસ વર્માએ જણાવ્યું કે સિદ્ધુ ખરાબ સ્વાસ્થ્ય અને એલર્જીનો સામનો કરી રહ્યા છે. તેઓ ઘઉંની રોટલી, તેલયુક્ત ખોરાક અને ચાનું સેવન કરી શકતા નથી. જેના કારણે તેઓને વિશેષ આહારની મંજૂરી આપવી જોઈએ. સિદ્ધુને લીવરની સમસ્યા ગ્રેડ 3 અને એમ્બોલિઝમ પણ છે. તેમણે સપોર્ટિંગ રેકોર્ડ્સ સાથે કોર્ટમાં સિદ્ધુની મેડિકલ હિસ્ટ્રી પણ રજૂ કરી હતી. વર્માએ કહ્યું કે સિદ્ધુ લોહી જાડું થવાની સમસ્યાની સાથે દવાઓ ન લઈ શક્યા, કારણ કે તેમને વિશેષ આહારની જરૂર હતી.

નિર્દોષ છૂટ્યા પછી પણ થઈ સજા

ઉલ્લેખનીય છે કે, 27 ડિસેમ્બર, 1988ના રોજ પાર્કિંગની બાબતે પટિયાલાના નિવાસી ગુરુનામ સિંહ સાથે નવજોત સિંહ સિદ્ધુનો ઝઘડો થયો હતો. જે દરમિયાન સિદ્ધુ અને તેના દોસ્ત રુપિન્દર સિંહ સંધુએ કથિત રીતે ગુરુનામ સિંહને તેમની કારમાંથી બહાર ખેંચીને માર માર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ એક સાક્ષીએ સિદ્ધુ પર ગુરુનામ સિંહના માથે હુમલો કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને 1999માં એક સ્થાનિક કોર્ટે પૂરાવાના અભાવે સિદ્ધુને છોડી મૂક્યા હતા, પરંતુ 2006માં હાઇકોર્ટે તેમને દોષી કરાર આપીને 3 વર્ષની સજા ફટકારી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Punjab police, પંજાબ

આગામી સમાચાર