Home /News /national-international /

સિદ્ધુએ PM પર સાધ્યું નિશાન: 'કોંગ્રેસે દેશને 4 ગાંધી આપ્યા અને બીજેપીએ 3 મોદી'

સિદ્ધુએ PM પર સાધ્યું નિશાન: 'કોંગ્રેસે દેશને 4 ગાંધી આપ્યા અને બીજેપીએ 3 મોદી'

પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલો કર્યો છે.

રાફેલ ડીલના વધારાના પૈસા કોના ખિસ્સામાં નાખ્યા? ચોકીદારનું કૂતરું પણ ચોર સાથે મળી ગયું છે- નવજોતસિંહ સિદ્ધુ

  પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલો કર્યો છે. રાજસ્થાનના કોટામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસે આ દેશને 4 ગાંધી આપ્યા છે. રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી. બીજી તરફ, બીજેપીએ આપણને 3 મોદી આપ્યા- નીરવ મોદી, લલિત મોદી અને ત્રીજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

  ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની 200 સીટો માટે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ કડીમાં સિદ્ધુ કોટામાં પાર્ટી માટે પ્રચાર કરવા પહોંચ્યા.

  કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબ સરકારમાં મંત્રી સિદ્ધુએ આ પહેલા અલવરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં એક વિવાદસ્પદ નિવેદન આપ્યું. રેલીમાં સિદ્ધુએ રાફેલ ફાઇટરનો મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે 500 કરોડનું પ્લેન 1600 કરોડમાં? 1100 કરોડ કોના ખિસ્સામાં નાખ્યા, અંદરની વાત કોના માટે હતી? ચોકીદારનું કૂતરું પણ ચોર સાથે મળી ગયું છે.

  સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદનનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ બચાવ કર્યો. તેઓએ કહ્યું કે સાર્વજનિક સ્તરને પીએમ મોદી નીચું લઈ ગયા છે. પીએમને વિચારવું પડશે કે તમે કેવો સંવાદ ઈચ્છો છો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Navjot Sidhu, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन