CM અમરિંદર સાથે અણબનાવ, નવજોત સિદ્ધુએ મંત્રીપદેથી રાજીનામું આપ્યું

સિદ્ધુએ જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું 10 જૂને જ આપી ચૂક્યા હતા પરંતુ ખુલાસો આજે કર્યો

News18 Gujarati
Updated: July 14, 2019, 1:04 PM IST
CM અમરિંદર સાથે અણબનાવ, નવજોત સિદ્ધુએ મંત્રીપદેથી રાજીનામું આપ્યું
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ (ફાઇલો ફોટો)
News18 Gujarati
Updated: July 14, 2019, 1:04 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : પંજાબ રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલી દીધું છે. સિદ્ધુએ ટ્વિટ કરી રવિવારે તેની જાણકારી આપી. સિદ્ધુએ જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું 10 જૂને જ આપી ચૂક્યા હતા પરંતુ ખુલાસો આજે કર્યો.

નવજોત સિદ્ધુએ ટ્વિટ કરીને જાણકારી આપી કે તેઓએ 10 તારીખે જ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધું હતું. સિદ્ધુએ કહ્યું કે તેઓએ અનેક દિવસ સુધી રાહુલ ગાંધી તરફથી રિસ્પોન્સની રાહ જોઈ. પરંતુ હવે તેઓ પોતાના રાજીનામાને મંજૂરી માની રહ્યા છે.

આ પણ વાંચો, સાક્ષીના પતિ અજિતેશે ડીલિટ કર્યુ Facebook એકાઉન્ટ, હથિયારો સાથેનો ફોટો વાયરલ
પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુની વચ્ચે લાંબા સમયથી ખટપટના અહેવાલો આવી રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસને સારી સંખ્યામાં સીટ ન મળવાનું ઠીકરું અમરિંદર સિંહે સિદ્ધુ પર ફોડ્યું હતું એન કોંગ્રેસ હાઇકમાન્ડને સિદ્ધુની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ 6 જૂને મળેલી કેબિનેટની પહેલા બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલી દીધા હતા.

આ પણ વાંચો, જ્યાં નથી પહોંચી શક્યો કોઈ દેશ, ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

સિદ્ધુની પાસે પહેલા સ્થાનિક સ્વશાસન વિભાગ હતો, પરંતુ હવે તેમના માથે ઉર્જા એન નવીન તથા નવીનીકરણીય ઉર્જા વિભાગ હતો. પરંતુ તેઓએ મંત્રી પદનો કાર્યભાર ગ્રહણ નહોતો કર્યો અને મીટિંગમાં પણ સામેલ નહોતા થતા.

મુખ્યમંત્રી અમરિંદરથી નારાજ નવજોત સિદ્ધુએ તત્કાલીન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સિદ્ધુનો વિભાગ બદલી દીધું હતું, પરંતુ તેઓએ પોતાનો કાર્યભાર ગ્રહણ નહોતો કર્યો અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ ટ્વિટ કર્યુ કે કોંગ્રેસ અધ્યક્ષને મળ્યો. તેમને મારો પત્ર સોંપ્યો, સ્થિતિથી અવગત કરાવ્યા. તેઓએ ટ્વિટની સાથે એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં તેઓ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા ગાંધી અને અહમદ પટેલની સાથે ઊભેલા જોવા મળ્યા.

આ પણ જુઓ, બ્રહ્મપુત્ર નદીમાં કાગળની જેમ વહી ગઈ સ્કૂલ
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...