નવજોત સિંહ સિદ્ધુએ કેમ છોડી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદની ખુરશી, જાણો કારણ

નવજોત સિંહ સિદ્ધુએ (navjot singh sidhu)કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી રાજીનામું મોકલ્યું

Navjot Singh Sidhu Resign: સિદ્ધુ દ્વારા આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે 10-12 દિવસ પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રીના પદેથી હટાવીને ચરણજીત સિંહ ચન્નીને પંજાબ પ્રદેશની (Punjab Congress) કમાન સોંપવામાં આવી છે

 • Share this:
  નવી દિલ્હી : નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ (navjot singh sidhu resigns)છોડવાનો નિર્ણય કર્યો છે. સિદ્ધુએ (navjot singh sidhu)કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી રાજીનામું મોકલ્યું છે. સિદ્ધુ દ્વારા આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે 10-12 દિવસ પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રીના પદેથી હટાવીને ચરણજીત સિંહ ચન્નીને પંજાબ પ્રદેશની (Punjab Congress) કમાન સોંપવામાં આવી છે.

  સિદ્ધુએ અચાનક પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું કેમ આપ્યું તેને લઇને અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે સિદ્ધુ નારાજ ચાલી રહ્યા છે કારણ કે 18 સૂત્રી કાર્યક્રમો પર કામ થઇ રહ્યું નથી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે સિદ્ધુ કેટલાક મંત્રીઓને પદ આપવાથી નારાજ હતા. સાથે પંજાબના એડવોકેટ જનરલ પદ પર કરવામાં આવેલી નિયુક્તિની લઇને પણ તે નારાજ હતા. સૂત્રોએ જણાવ્યું કે બેઅદબી મામલામાં ખાસ રીતે સિદ્ધુને લાગતું હતું કે આ બંને નિયુક્તિઓથી ઢિલાઇ આવી જશે. જોકે આ વાતની આધિકારિક પૃષ્ટિ થઇ શકી નથી.

  આ પણ વાંચો - નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

  માનવામાં આવી રહ્યું છે કે પંજાબના નવનિયુક્ત એડવોકેટ જનરલ એપીએસ દેઓલની નિયુક્તિને લઇને સિદ્ધુ ખુશ ન હતા. એપીએસ દેઓલે સોમવારે સાંજે જ રાજ્યના નવા એજીનો પદભાર સંભાળ્યો છે. તમને જણાવી દઈએ કે જેમને એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા છે તે કેપ્ટન માટે કોઇ એક મામલામાં અપીયર હોતા રહ્યા છે. પૂર્વ ડીજીપી સુમેર સિંહ સૈની તરફથી કાનૂની લડાઇ તે જ લડી રહ્યા હતા. સૈની અકાલી નેતાઓની પણ નજીક માનવામાં આવે છે. ડીજી ઇકબાલ પ્રીત સિંહ સહોતાની નિમણુક મામલે પણ સિદ્ધુની નારાજગી હતી.

  રાજીનામાં સમયે સિદ્ધુએ શું કહ્યું

  સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલાવેલા પોતાના રાજીનામાં લખ્યું કે એક આદમીના ચરિત્રનું પતન સમજુતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને ભલાઇ સાથે ક્યારેય સમજુતી કરી શકીશ નહીં. આવામાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.
  Published by:Ashish Goyal
  First published: